મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી - ભીખુભાઈ કારેલીયા - 19-01-2025

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
    રાગ-ભોપાલી
    મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
    શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી
    મારુ મનડું છે ગોકુલ વનરાવન
    મારા તનના આંગણિયામાં તુલસીના વન
    મારા પ્રાણ જીવન (૨) ... મારા ઘટમાં...
    મારા આતમના આંગણિયામાં શ્રીબાલકૃષ્ણજી
    મારી આંખો દિશે ગિરધારી રે ધારી
    મારું તન મન ગયું છે જેને વારી રે વારી
    મારા શ્યામ મોરારી (૨) ... મારા ઘટમાં...
    મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા
    નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
    મેં તો વલ્લભપ્રભુજીના કીધા છે દર્શન
    મારું મોહી લીધું મન (૨) ... મારા ઘટમાં...
    મારે નિત્ય વિઠ્ઠલવરની સેવા કરવી
    મારે આઠે શ્રમાં કેરી ઝાંખી રે કરવી
    મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
    જીવન સફળ થયું (૨) ... મારા ઘટમાં...
    મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો
    મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાંધ્યો
    મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો
    મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો
    હીરલો હાથ લાગ્યો (૨) ... મારા ઘટમાં...
    આવો જીવનમાં લહાવો કદી ના મળે
    વારે વારે માનવદેહ ફરી ના મળે
    ફેરો લક્ષ રે ચોર્યાસીનો મારો રે ફળે
    મને મોહન મળે (૨) ... મારા ઘટમાં...
    મારા અંત સમય ફરી સુણો રે અરજી
    લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી
    મને તેડા રે યમ કેરા કદી ના આવે
    મારો નાથ તેડાવે (૨) ... મારા ઘટમાં...
    =============================================================================
    સ્વ.શ્રી હસમુખભાઈ મોહનભાઈ ચાવડા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાખેલ ધૂન ભજન નો કાર્યક્રમ..
    તારીખ :- 19-01-2025 (રવિવાર)
    સમય :- સાંજે 5.00 થી 7.00
    =============================================================================
    VID 20250119 181416

Комментарии •