નાવડી મારી હાલક ડોલક થાય રે કાયા નાં રાજા || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
HTML-код
- Опубликовано: 1 фев 2025
- અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ________________
હે એવા તેડા રે આવ્યા રે મારા રામના
નાવડી મારી હાલક ડોલક થાય રે ગાયાના રાજા તેડા રે આવ્યા.....
હે એવો યાકુળ યાકુળ થાય જીવડો
મનડુ એને માયામાં લઈ જાય રે કાયા ના રાજા તેડા રે આવ્યા.....
હે એવા સગા રે વાલા નો મોટો મેણલો
દોટુ મૂકીને પૂછવા લાગ્યા સૌને કાયાના રાજા તેડા રે આવ્યા......
હે એવી છેલ્લી ઘડી છે છેલા શ્વાસની
જીવડો એનો દુઃખી થતો બવ રે કાયા ના રાજા તેડા રે આવ્યા .....
હે એવા કોપીયા વાયુને કોપીયા યમ દેવ
રોકી દીધા કાંઈ શ્વાસ નળીના દ્વાર રે કાયાના રાજા તેડા રે આવ્યા..
હે એવી કાયારાણી કહે છે જીવને
તારે ને મારે પૂરા થયા કામરે કાયા ના રાજા તેડા રે આવ્યા......
હે એવા ખાધું પીધું ને ખુબ વાપર્યું
પેરી ઓઢી ખૂબ મેં લીધા લાવ રે કાયાના રાજા તેડા રે આવ્યા....
હે એવા એવું બોલીને જીવ ઉપડ્યો
આવી ભરાણો કંઠનળીની પાસે કાયાના રાજા તેડા રે આવ્યા.....
હે એવા ત્યાં તો નળી તો લાગી હાલવા
તૂટવા લાગ્યા માંડવડા ના બંધ રે કાયાના રાજા તેડા રે આવ્યા....
હે એવો હંસલો હાલ્યો રે મૂકી પીંજરું
છૂટી પડ્યા કાંઈ કાયા ના સંબંધ રે કાયા ના રાજા તેડા રે આવ્યા...
હે એવા આવ્યો એવો રે જીવ ચાલ્યો
એક ઘડી પણ ભજીયા નહીં ભગવાન રે કાયાના રાજા તેડા રે.....
હે એવા ગોવિંદના નાથ રૂઠિયા તે ઘડી
નાખ્યો એને લાખ 84 ખાણ રે કાયા ના રાજા તેડા રે આવ્યા....
હે એવા તેડા રે આવ્યા રે મારા રામના
માવડી મારી હાલક ડોલક થાય રે કાયા ના રાજા તેડા રે આવ્યા રે મારા રામના
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ કીર્તન સે નયનાબેન. આવા કીર્તન સાંભળવાની તો ખૂબ ખૂબ મજા આવે ખુબ ખુબ ધન્યવાદ.. તમારા મંડળ નો ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ. ખુબ ખુબ પ્રગતિ કરો. 🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ છાયાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ બેન તમે અમારા કિર્તન રેગ્યુલર સાંભળો છો અને રેગ્યુલર કમેન્ટ પણ કરો છો બહેન તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું બેન કેમ કે તમે આવી સરસ કમેન્ટ કરો છો તો અમારો પણ ગાવાનો ઉત્સાહ વધે છે અને અમે તમને આવા અવનવા કિર્તન સંભળાવતા રહીએ આવી જ રીતે પ્રોત્સાહિત કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
Saras bhajan
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
ખૂબ સરસ ભજન ગાયુ નયનાબેન જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રભુને પાર્થના🙏🙏🙏🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારી શુભેચ્છા સદાય અમારી સાથે રહે એવી આશા રાખયે છીએ બેન જય માતાજી 🙏
Jai shree krishna
ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ
ખૂબ જ સરસ અવાજમાં ગાયું નયનાબેન ખૂબ આગળ વધો❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ મયુરીબેન જય દ્વારકાધીશ બસ તમારા આશીર્વાદ અને તમારી કૉમેન્ટ અમારો ગાવાનો ઉત્સાહ વધારે છે બહેન 🙏
મસ્ત ભજન ગાયું નયના બેન 👌🏻🙏🏻 બધા મંડળના બહેનો ને ગોહિલ વંદના નાં જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ વંદના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
સરસ
કરુણ ભજન છે તેથી સંગીત કે તાલી ની સાથ ન રાખ્યો પણ ખૂબ સરસ ભજન છે..ખૂબ હદયના ભાવ સાથે ગાયુ.....🙏🙏🙏🕉
ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારો અમે દીલથી આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે તમારી આ એક કમેન્ટ અમને ખૂબ પ્રોત્સાહન આપે છે અને અમને કિર્તન ભજન ગાવાનો ઉત્સાહ વધારે છે.....જય દ્વારકાધીશ
સરસ ભજન ગાયું છે 🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ બીપીનભાઈ જય દ્વારકાધીશ
Jay jalaram nayna Ben nice bhajan ❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ જય જલારામ
Saras Bhajan ben
ખૂબ ખૂબ ધન્યવાદ સરલાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખુબ્ સરસ્ ભ જ ન છે
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બેન
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
Saras bhajan
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ જય દ્વારકાધીશ