નવ કરશો આ જીવનો સંગાથ જીવ તો ચાલ્યો જાશે || રાગ તમે ભાવે ભજી લ્યો ભગવાન ||નીચે લખેલું છે કિર્તન

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ______________ કિર્તન ______________________
    નવ કરશો આ જીવનો સંગાથ જીવતો ચાલ્યો જશે
    માટે ભજી લ્યો રાધે શ્યામ જીવતો ચાલ્યો જશે
    પગે ચાલીને તીરથ કરવા રે જાવ
    મુકે નારાયણના ગુણલા ગાતા રે જાઓ
    તમે દેહનું કરો કલ્યાણ જીવ તો ચાલ્યો જશે
    નવ કરશો આ જીવનનો સંગાથ.....
    તમે જાતે કરી લો પુણ્યને દાન
    મોહ માયા મૂકી હવે ભજો ભગવાન
    કાને સુણજો કથા ને કીર્તન જીવતો ચાલ્યો જશે
    નવ કરશો આ જીવનો સંગાથ.....
    આંખે જોવું તમારે શું શું ઘટે
    જેમાં ઈશ્વરના દર્શન ની આશા વધે
    માથું નમન કરે વારંવાર જીવતો ચાલ્યો જશે
    નવ કરશો આ જીવનો સંગાથ....
    સાધુ બ્રાહ્મણને ગાયોની સેવા કરો
    જીવ માત્ર ઉપર અમે દ્રષ્ટિ ધરો
    થાશે થાશેવૈકુંઠમાં વાસ જીવતો ચાલ્યો
    નવ કરશો આ જીવનો સંગાથ.....
    તમે જુવાનીના જોરે વખત વર્તી
    આ આત્માને રોકવા ને કરો આરતી
    તેમાં આત્માનું થશે કલ્યાણ જીવતો ચાલ્યો જશે
    નવ કરશો આ જીવનનો સંગાથ...્્
    બાળપણને યુવાનીમાં શું શું કર્યું
    નથી પુણ્ય કેરુ તમે ભાતું ભર્યું
    હવે ઘડપણમાં કાંઈ ન થાય જીવતો ચાલ્યો જશે
    લેજો સીતારામ નારાયણ ના નામ જીવતો ચાલ્યો જશે

Комментарии • 13

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 месяца назад +1

    જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન બહુસરસ કીર્તન રોજ ગાવશો બેનો ખુબખુબ ધન્યવાદ નયનાબેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 месяца назад +1

      ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @KanchanbenGovani
    @KanchanbenGovani Месяц назад

    ખુબસરછે

  • @HansabenIsapara
    @HansabenIsapara 4 месяца назад +3

    જય શ્રીકૃષ્ણ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 месяца назад +1

      ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 4 месяца назад

    ખૂબ ખૂબ સરસ ગાયું જય હો પિતૃ દેવ ખૂબ આગળ વધો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 месяца назад

      ખૂબ ખૂબ ધન્યવાદ મયુરીબેન

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 4 месяца назад +1

    ખુબ ખુબ સરસ ભજન ગાયુ નયના બેન બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌👌🌹

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 месяца назад

      ખૂબ ખૂબ ધન્યવાદ રસીલાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @nilkanthmadanlkalavad9622
      @nilkanthmadanlkalavad9622 2 месяца назад

      @Ganesha_Kirtan રસિલા બેન નહીં શિલ્પા બેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 месяца назад

      સોરી શિલ્પાબેન બેન માફ કરજો 🙏

  • @parvatipatel6305
    @parvatipatel6305 15 дней назад

    તમારા બધા ભજના સાથે રાગ કયોછે તેલખતા જાવ અમને સમજાય

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  14 дней назад

      હાં બેન ખુબ ખુબ આભાર