આખા લીમડા માં એક ડાળ મીઠી કે રણછોડ રંગીલા.( કીર્તન નીચે લખેલુ છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • ‪@krishnabhajan9433‬
    સાખી.... માટીના ઘાટ જેવો કાયાનો ઘાટ છે ઓચિંતો દિન તો આવે આવે જૂઠો આ ઘાટ છે જૂઠો આ સાથ છે જૂઠો સંસાર તો લાગે લાગે જીરે જૂઠો સંસાર તો લાગે લાગે
    આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા
    એવી લીલા ડાકોરમાં દીઠી રે રણછોડ રંગીલા
    ભલી બોડાણે ભક્તિ કીધી રે રણછોડ રંગીલા
    ટેક પૂનમ ભરવાની લીધી રે રણછોડ રંગીલા
    ડાબેએ હાથે કે દીવડો લીધો રે રણછોડ રંગીલા
    જમણે હાથે તે તુલસી છોડ વાવે રે રણછોડ રંગીલા
    એમાં બોડાણો દ્વારકા માં આવે રે રણછોડ રંગીલા
    લાડ રણછોડને લગાવે રે રણછોડ રંગીલા
    પછી ઘણા વર્ષે રણછોડ રીજા રે રણછોડ રંગીલા
    આ કાયા ને ગઢ પણ આવે રે રણછોડ રંગીલા
    કહે બોડાણો દ્વારકાના નાથ ને રે રણછોડ રંગીલા
    ચાલો ડાકોર અમારી સાથે રણછોડ રંગીલા
    ત્યારે મૂર્તિએ માથું હલાવ્યું રે રણછોડ રંગીલા
    વેણ બોડાણી વાલથી વધાવ્યું રે રણછોડ રંગીલા
    ભગત ગાડુ જોડીને આવ્યો રે રણછોડ રંગીલા
    એમાં પ્રેમે પ્રભુને પધરાવ્યા રે રણછોડ રંગીલા
    ગામ લોકોએ વાત બધી જાણી રે રણછોડ રંગીલા
    વાત દ્વારકા ના ગોગલીએ જાણી રે રણછોડ રંગીલા
    આવ્યા ગુગલી તલવાર તાણી રે રણછોડ રંગીલા
    સાવ ઠાલા ઠાકોર નો દઈએ રે રણછોડ રંગીલા
    સોનુ મોતી ભારોભાર દઇએ રે રણછોડ રંગીલા
    ત્યારે હરિને ત્રાજવે તોડા રે રણછોડ રંગીલા
    ભક્ત બોડાણી ભાવથી બોલાવ્યા રે રણછોડ રંગીલા
    નથી સોનુ રૂપુ અમારી પાસે રે રણછોડ રંગીલા
    તારી મરજી હોય તેમ થાય રે રણછોડ રંગીલા
    એક વાળી ત્રાજવામાં મૂકી રે રણછોડ રંગીલા
    ચડી ત્રાજવે હેતની હેલી રે રણછોડ રંગીલા
    ધન્ય ગંગાબાઇ ની વાળી રે રણછોડ રંગીલા
    સવા વાલ થયા વનમાળી રે રણછોડ રંગીલા
    પ્રભુ ગોમતીજીને કાંઠે બિરાજે રે રણછોડ રંગીલા
    નિત્ય દરવાજે નોબત વાગે રે રણછોડ રંગીલા
    પ્રભુ આવ્યા ના પ્રમાણ આપો રે રણછોડ રંગીલા
    કરી પોતાના અમને થાપો રે રણછોડ રંગીલા
    પ્રભુ લીંબડામાં પ્રમાણ અત્યારે રણછોડ રંગીલા
    એક ડાળ ઝબુકતી ડીથી રે રણછોડ રંગીલા
    એની ડાળ કરી મધ મીઠી રે રણછોડ રંગીલા
    વાલે ડાકોરમાં દેવળ જણાવ્યા રે રણછોડ રંગીલા
    એની ધોળી ધજાયુ ફરકે રે રણછોડ રંગીલા
    એનો દેરો ગગનમાં ગાજે રે રણછોડ રંગીલા
    લોકો જાત્રા કરવા આવે રે રણછોડ રંગીલા
    આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા
    #bhajan
    #satsang
    #gujrati
    #krishnabhajan
    #gujratibhajan
    #kiratan
    #કીર્તન
    #ભજન
    #સત્સંગ

Комментарии • 22