સંતો કડવા વેલા ની કડવી તુંબડી. (કીર્તન નીચે લખેલુ છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ‪@krishnabhajan9433‬
    સંતો કડવા વેલાની કડવી તુંબડી
    પાકે તોય મીઠી ન થાય મનની મેલી તુંબડી
    ભલે જાતરાયુ ચારધામની કરે
    તોય પંડ પવિત્ર ન થાય મનની મેલી તુંબડી
    ભલે ગંગા જમનામાં મારે ડૂબકી
    તોય મન નો મેલ નો જાય મનની મેલી તુંબડી
    ભલે જમાડે સાધુ સંતોને ભુખ્યા ટળવળે માને બાપ મનની મેલી તુંબડી
    ભલે ટીલાને ટપકા કરે ભાલમાં
    એના કપાળેથી કલંકનો જાય મનની મેલી તુંબડી
    ભલે પૂજે ડુંગરાની પૂજે દેવીયું
    ઉમરા વાળીના આંસુનો શું કાય મનની મેલી તુંબડી
    ભલે સાંભળે કથાને પારાયણ
    નો સાંભળી મા બાપની વાત મનની મેલી તુંબડી
    ભલે ઉન મુન્ માળા ફેરવે
    તોય અંતરમાં રાખે અભિમાન મનની મેલી તુંબડી
    જે ગાય શીખે ને સુણે સાંભળે
    એનો હજુ વ્રજમાં વાસ મનની મેલી તુંબડી
    #bhajan
    #satsang
    #krishnabhajan
    #gujrati
    #કીર્તન
    #ભજન
    #સત્સંગ

Комментарии • 31