હો હો રે વાલો નાત નથી જોતો 🙏🙏પુરુ કીર્તન નીચે લખેલ છે

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025
  • હો હો રે વાલો નાત નથી જોતો...
    નાત નથી જોતો વાલો જાત નથી જોતો...
    હો હો રે વાલો નાત નથી જોતો...
    દિલનો દયાળુ વાલો પ્રેમનો પૂજારી
    હો હો રે વાલો નાત નથી જોતો..
    શબરી બાય તો જાત કેરી ભીલડી
    ભીલડીના એંઠા બોર પ્રેમથી આરોગતા
    હો હો રે વાલો નાત નથી જોતો..
    નરસિંહ મેહતા તો જાતના નાગર
    એને જય જેલમાં હાર પેરાવતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    ગોરા કુંભાર તો જાતના કુંભારી
    એના ઘેર જય વાલો માટલા રે ઘડતો...
    નંદેવ બાળ તો જાતના રે દરજી
    એને દર્શન દય દૂધ પીય જાતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    મીરાબાય તો મેવાડના નારી
    એના ઘેર વાલો ઝેર પીવા જાતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    સીથીયા તો જાતની માલણ હતી
    એના ખોળામાં બેસી ફળ કાય ખાતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    ભક્ત રામાજી જાતના હરિજન
    હરિજન ના કોમે વાલો દેવુ ચૂકવતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    દેવીદાસ જાતના સમાર હતા
    દેવીદાસની મૂર્તિમા વાલો સમાતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    વિદુર જાતના દાસી પુત્ર હતા
    એના ઘેર વાલો ભાજી આરોગતા
    હો હો રે વાલો નાત નથી જોતો...
    ગોપીયો જાતની આહીર હતી
    એના ઘરના માખણ વાલો ચોરીને ખાતો
    હો હો રે વાલો નાત નથી જોતો...
    નાત નથી જોતો જાત નથી જોતો
    દિલનો દયાળુ વાલો પ્રેમનો પૂજારી
    હો હો રે વાલો નાત નથી જોતો...
    #kirtan #ramamandal #mahadev #satsang #krishna #satsang_bhajan #krishnabhajan
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12