અયોધ્યા ના નાથ મારા મંદિરે પધારો - અરુણભાઈ ચાવડા - 27-09-2024
HTML-код
- Опубликовано: 3 дек 2024
- અયોધ્યા ના નાથ મારા મંદિરે પધારો
રચિત - લવજી મેઘજી ચાવડા (બાળક)
રાગ-કાફી-આરાસુરવાળી અંબા ભવાની
અયોધ્ધ્યાના નાથ મારા મંદિરે પધારો, અરજી અમારી પ્રેમે સ્વીકારો
ભક્ત વત્સલ ભગવાન, મુખડું ક્યારે દેખાડશો ....ટેક
ઋષિ મુનિઓના આશ્રમે આવ્યા, દીધાં દર્શનને ભાન ભુલાવ્યા
સંત ભક્તોને કાજ,... મુખડું ક્યારે દેખાડશો
તારા ચરણમાં જાદુ ભર્યા છે, શલ્યા હતી તે અહલ્યા બની છે
ચરણ રજને પ્રતાપ,... મુખડું ક્યારે દેખાડશો
ભોળોભલી શબરીના આશ્રમે આવ્યા, મીઠામીઠા બોર ચાખી ભાવે જમાડયા
ઉંચ નીચ નહીં ગણનાર,... મુખડું ક્યારે દેખાડશો
પથ્થરા તરે છે તારા નામના આધારે, અમે સહુ બેઠા તારા સહારે
આવીને કરજો સહાય ,... મુખડું ક્યારે દેખાડશો
તારી લીલાનો પાર નવ આવે, બાલુડા તારા ગુણ ગવરાવે
રાખે દર્શનની આશ,... મુખડું ક્યારે દેખાડશો
સ્વ.શ્રી કમલેશભાઈ સોલંકી ના સ્મરણાર્થે એમના નિવાસ સ્થાને રાખેલ ધૂન ભજન નો કાર્યક્રમ
સરનામું:- 'સોલંકી નિવાસ',પ્રકાશ પાન ની બાજુ માં,મોચી બજાર મેઈન રોડ,રાજકોટ
તારીખ :- 27-09-2024 (શુક્રવાર)
VID20240927220225