દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું ? - કાંતિભાઈ ચુડાસમા - 07-11-2024
HTML-код
- Опубликовано: 2 дек 2024
- દિલમાં વિચારી જો જો રે
રાગ-ચેતેતો ચેતાવું તુંને રે
દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું ?
અંતરે ઉતારી લેજો રે, કોણ છે કોનું ?
કોના પિતા, કોના માતા, કોના સુતને કોના ભ્રાતા
સહુએ આવીને જાતા રે, કોણ છે કોનું ?
માં બાપ કહે બેટા મારો આકાશનો જેવો તારો
ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ?
પત્ની કહે મને વરિયો,એતો મારો પ્રેમદરિયો,
દરિયો તો ખરો ભરિયો રે, કોણ છે કોનું ?
બહેની કહે મારો વીરો અજોડ અમૂલો હીરો,
ઝેરથી છે એ ભરેલો રે, કોણ છે કોનું ?
વીરો કહે મારી બેની ગુલાબની રુડી વેલી,
વેલી તો કાંટા ભરેલી રે, કોણ છે કોનું ?
લોઢા જેવા મન મેલાં માનો જેને સગાવ્હાલા
સમયે તો બને ભાલા રે,કોણ છે કોનું ?
પુનિત લ્યો હાથ માળા,મૂકી ઘો આ ચેનચાળા,
સાચા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ?
સ્વ. શ્રી જિતેન્દ્રભાઈ મનસુખભાઈ ચૌહાણ ના સ્વર્ગવાસ નિમિતે રાખેલ શાંતિ ધૂન
c/o:- મનસુખભાઇ પીતાંબર ભાઈ ચૌહાણ
સરનામું:- ઝુમઝુમ બેકરી ની સામે ની શેરી,25 ચોરસ મીટર, શિવમ પાર્ક 3, ભગવતી પરા, રાજકોટ
તારીખ :- 07-11-2024 (ગુરૂવાર)
સમય :- રાત્રે 9.30 થી 11.30