રાધા કૃષ્ણનો વિવાહ (ભજન નીચે લખેલ છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • હે રાધા કૃષ્ણના ગુણ ગાશું કાનુડાની જાન માં રે જાશું
    હે બરસાણા ગામ માં રાધા કુંવારી
    હે કાનુડાનું માંગુ લઈ ને જાશું કાનુડાની....
    હે માતા જશોદા નો કાનુડો પરણે
    હે સાંજી ના ગીત ગાવા જાશું.... કાનુડાની.....
    હે નંદ બાબા ના ઘેર માણેક સ્થંભ રોપાવશું
    હે માંડવડે માલવા ને જાશું...કાનુડાની.....
    હે ખંભે છે ચૂંદડી ને થાળી માં છે ચોખા
    હે ચાકડો વધાવવા ને જાશું...કાનુડાની.....
    હે નંદબાબા ના ઘરે સાગમટે નોતરાં
    હે વેવારે વર વિવાહ ખાશું...કાનુડાની.....
    રાધા રૂપાળી મારો કાનુડો કાળો
    હે પ્રેમથી પીઠીયું ચોળશું....કાનુડાની....
    સરખી સાહેલી ભેગી મળીને
    હે રાસ ની રમઝટ લેશું....કાનુડાની.....
    હે વહેલી પરોઢીયે કાના ને જગાડશું
    પ્રેમે પ્રભાતિયાં ગાશું....કાનુડાની.....
    લાડકડા કાના ને બજોઠે બેસાડશું
    હે મગડિયે નવડાવશું ......કાનુડાની.....
    હે રૂડા કાનાની જાનું ઉઘલાવશું
    હે ઘડિયેલ દુધડા પાશું...કાનુડાની.....
    હે હાથી હજાર છે ને ઘોડા ઘણેરા
    હે તેમાં બેસી ને હરખાશું. ..કાનુડાની.....
    પંથ છે લાંબો ને શેટી છે વાટું
    હરખે હરખે હરખાશુ.....કાનુડાની.....
    મોટા મહેલ માં ઉતારા માંગશું
    હે ભ્રખુભાણ ને ભડકાવ શું .....કાનુડાની.....
    જશોદાના લાલ ને ઘોડલે બેસાડશું
    હે લુણ લઈને નજર ઉતારશું....કાનુડાની.....
    કાન ના વરઘોડા માં દેવો સૌ આવશે
    હે દેવો ના દર્શન કરશું.....કાનુડાની.....
    હે મલપતા મલપતા માંડવડે જાશું
    રાધાજી ચૂંદડી ઓઢાડશું....કાનુડાની.....
    હે રાધાજી ના માંડવડે માંડવિયું જાજી
    માંડવિયું મોહ મચકોડે.....કાનુડાની.....
    હે માયરાની ચોરિયું માં મોતીડે વધાવશું
    હે ફેરા ટાણે ફૂલડાં વેરાવશું... .કાનુડાની.....
    રાધાને કાન બેય કંસાર આરોગે
    હે સાસુજી નો પીરસેલો મોળો.....કાનુડાની.....
    વેવાઈ ના રસોડે જમવાને જાશું
    લચપચતાં લાડવા ખાશું.... કાનુડાની.....
    રાધાજી ને લઈ ને કાન ગોકુળ માં આવ્યા
    હે કુમ્ કુમ્ ના પગલાં પડાવ્યા....કાનુડાની.....
    માતા જશોદા તો મોતીડે વધાવશે
    હે વારી વારી વારણા લેશું....કાનુડાની.....
    હે રાધા ક્રુષ્ણ ને હરખે પરણાવ્યા
    હે મન વાંછિત ફળ પામશું....કાનુડાની.....
    રાધા કૃષ્ણ ના લગ્ન કોઈ ગાશે
    ગાશે વાશે ને હરખાશે... કાનુડાની.....

Комментарии • 1

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 2 дня назад

    જય સ્વામિનારાયણ બધા બેનો ને ખૂબ ખૂબ ધન્યવાદ કાનુડાનુલગ્ન ગીતભગવાનુ ના લગ્ન ગીત સાંભળી ખૂબ આનંદ થયો છે આવા નવા કીર્તન ના મુકતા રહેજો