ઘેડકલા આર્ટ એવોર્ડ ચિત્ર સ્પર્ધા* માધવપુર ઘેડ માનવતા પરીવાર
HTML-код
- Опубликовано: 7 янв 2025
- ઘેડકલા આર્ટ એવોર્ડ ચિત્ર સ્પર્ધા*
સંતો અને સુરાઓની આ પૂણ્યભૂમિ કે જયાં ભગવાનશ્રી માધવપ્રભુ સાક્ષાત બિરાજમાન હોય, મહાપ્રભુજીના બેઠકજી હોય એવી આ રળીયામણી ભૂમિ માધવપુરને આંગણે નાના બાળકો માટે એક અનોખા અંદાજમાં ઘેડકલા આર્ટ એવોર્ડ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
દર મહિને કાંઇક નવા અંદાજ સાથે સેવાના યજ્ઞ ખુલ્લા મુકાય છે. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને કોઈપણ પ્રકારના કુદરતી દ્રશ્ય બનાવવાના રહેશે તથા દરેક ર્સ્પધકને ડ્રોઇંગશીટ આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં છ બાળકોને Ghed Kala Award આપવામાં આવ્યો હતો. સાથો સાથ દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. માધવપુર ની જનતા એ પણ આ કાર્યક્રમ માં હાજર રહી સેવા ના સારથી બન્યા હતા.
આ સ્પર્ધા માં વિજેતા થયેલા બાળકો :
જુનિયર વિભાગ :
પ્રથમ : ઉત્સા ગૌતમભાઈ મશરૂ
દ્વિતીય : સંજીવની નૌતમભાઈ મશરૂ
તૃતીય : હિરવા પિયુષભાઈ સોલંકી
સિનિયર વિભાગ :
પ્રથમ : ભાવના કિશોરભાઈ વાજા
દ્વિતીય : વૈષ્ણવી જયેશભાઈ રાઠોડ
તૃતીય : હસ્તી નૌતમભાઈ મશરૂ
*આ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ બાળકો ને શ્રી શાંતાબેન વ્રજલાલ કુરજી પોપટ (કોવેન્ટ્રી યુકે) તરફથી રૂ. 101 નું પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
તથા માધવપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર.જી.ચુડાસમા સાહેબ દ્વારા 5100 રૂપિયા બાળકો ને આપવામાં આવ્યા હતા.*
આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો માધવપુર ઘેડ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર.જી.ચુડાસમા સાહેબ, જનકભાઈ પુરોહિત, માધવરાય મંદિર ના મુખ્યાજી, પોલાભાઈ દાસા, મહેન્દ્રભાઈ જોશી, ડો. રામભાઈ બાલસ (phc સેન્ટર માધવપુર), વિજયભાઈ સ્વામી, પ્રવીણભાઈ પુરોહિત, જગદીશભાઈ પુરોહિત, સામતભાઈ પેઈન્ટર સાથ મહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં નિર્ણાયક ની ભૂમિકા શ્રી સામતભાઈ પેઈન્ટર અને વિજયભાઈ સ્વામી એ ભજવી હતી.
આ કાર્યક્રમ માં માનવતા પરિવાર ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ નું સફળ સંચાલન રાજેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આયોજક : માનવતા પરિવાર, માધવપુર (ઘેડ)
તારીખ : 05/01/2025