વ્રુદ્ધો સાથે ગીરનાર । Khajur Bhai VLOGS | Nitin Jani | Saurashtra | Girnar | Junagadh | Usha Breako

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • જૂનાગઢના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ગિરનાર રોપ-વે દ્વારા મા આંબાના દર્શન કરાવવાનો અમૂલ્ય લાહ્વો મળ્યો.
    ગિરનાર એ ગુજરાતનો સૌથી પવિત્ર તીર્થસ્થાન છે,જેના દર્શન કરવાની અભિલાષા સૌ કોઈને હોય છે પણ ગિરનારના કપરા ચઢાણને લીધે ગિરનાર દર્શન કરવું એ ખાસ કરીને વડીલો માટે ખુબ જ કઠિન અને અશક્ય હતું. હવે જ્યારે ગિરનારના સાનિધ્યમાં ઉષા બ્રેકો કંપની દ્વારા ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ છે, ત્યારે વડીલો માટે ગિરનાર રોપ-વે આર્શીવાર્દ રૂપ સાબિત થયો છે. અહીંયા વડીલો માટે ખાસ તો વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે. અનેક વડીલો ગિરનાર રોપ-વે દ્વારા હવે ગિરનારના દર્શન કરી રહ્યા છે, ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા સૌ વડીલોને રોપ-વેની સફર કરાવી અને ૮૫૦ મીટરની ઊંચાઈ એથી કુદરતના સૌંદર્યનો અદ્દભૂત અનુભવ કરાવેલ,જે વડીલો માટે એક સ્વપ્ન સમાન હતું પરંતુ ગિરનાર રોપ-વે દ્વારા આ સપનું સાકાર થયું.ખરેખર હું પણ ખુદને ભાગ્યશાળી ગણું છું કે,સૌ વડીલોને ગિરનારની ગોદમાં બિરાજમાન માં અંબાજીના દિવ્ય દર્શન કરાવવાનો મને લ્હાવો મળ્યો.
    તો ચાલો તમે પણ આજેજ ગિરનાર રોપ-વે ની ટીકીટ બુક કરાવો…
    🌍 www.udankhatola.com
    insta : @official_udankhatola
    Facebook: @officialudankhatola

Комментарии • 1,5 тыс.