શા માટે પનામા પર રોષે ભરાયા છે ડોનાલ્ડ ટ્રમ્પ?
HTML-код
- Опубликовано: 12 янв 2025
- ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાયા છે ત્યારથી તેઓ અલગ-અલગ દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. તેમણે કેનેડા, મેક્સિકો અને ચીન ઉપરાંત ભારત તથા બ્રિક્સ દેશોને પણ ટેરિફની ધમકી આપી છે. હવે તેમણે સેન્ટ્રલ અમેરિકાના એક ટચૂકડા દેશને આવી ચીમકી આપી છે. ટ્રમ્પે પનામા કેનાલ ટોલ્સ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પનામા કેનાલમાંથી પસાર થતા યુએસ જહાજો પર લાદવામાં આવતી ફી વિશે લાંબી ફરિયાદ કરી હતી. પનામા કેનાલનો ટોલ જહાજ કેટલું મોટું છે અને તે કેટલો કાર્ગો વહન કરી રહ્યું છે તેના આધારે ત્રણથી છ આંકડાની રેન્જમાં હોઈ શકે છે. જેમાં સૌથી મોટા જહાજોને 5,00,000 ડોલર જેટલો ચાર્જ કરવામાં આવે છે.