Gujaratis in Chicago are living in fear of immigration raids

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025
  • ડોનાલ્ડ ટ્રમ્પના બીજીવાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યે ચાર દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ICEની કહેવાતી ટાર્ગેટેડ રેડ કોઈ શહેરમાં મોટાપાયે થઈ હોય તેવા સમાચાર નથી આવ્યા.. જોકે, આ રેડનો શિકાગોમાં રહેતાં ગુજરાતી ઈલીગલ ઈમિગ્રન્ટ્સમાં એ હદે ડર જોવા મળી રહ્યો છે કે અમુક વિસ્તારોમાં તો લોકોએ જોબ પર જવાનું અને કામ ના હોય તો ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે. ઈલિનોયના ગવર્નર જે.બી. પ્રિત્ઝકરે હાલમાં જ એવો દાવો કર્યો હતો કે ટ્રમ્પ સરકાર શિકાગોમાં રહેતા બે હજાર જેટલા ઈમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરવાની છે, પરંતુ ICE દ્વારા તેની કોઈ પુષ્ટિ નથી કરાઈ. આ અંગે IamGujaratએ શિકાગોના લોરેન્સ અને ડેવનમાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરી ત્યારે કેટલીક ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. શિકાગોને અડીને આવેલા આ ટાઉન્સમાં પોતાના સ્ટોર ચલાવતા એક ગુજરાતીએ નામ ના આપવાની શરતે અમને જણાવ્યું હતું કે હાલ એવી સ્થિતિ છે કે સ્ટોર પર એમ્પ્લોઈઝ નથી આવી રહ્યા અને મોટાભાગના સ્ટોર્સ અને ગેસ સ્ટેશન્સ ઓનર જ ચલાવી રહ્યા છે. અમેરિકામાં જે ગુજરાતીઓ નવા-નવા આવ્યા હોય તેવા લોકો શિકાગોના લોરેન્સ અને ડિવાનમાં જતાં હોય છે, કારણકે અહીં ગુજરાતીઓની વસ્તી અને બિઝનેસીસ ખાસ્સા હોવાથી તેમને ઈઝીલી જોબ મળી રહે છે અને સાથે જ સસ્તામાં રહેવાની સગવડ પણ થઈ જાય છે, જેમાં લોરેન્સમાં તો ગુજરાતીઓના 400થી પણ વધારે ઘર છે અને ડેવનમાં પણ તેમની ખાસ્સી વસ્તી છે જેમાંથી મોટાભાગના લોકોના અસાયલમના કેસ ચાલી રહ્યા છે જ્યારે અમુક પાસે વર્ક પરમિટ પણ છે પરંતુ તેમ છતાંય તેમને ઘરની બહાર નીકળતા ડર લાગી રહ્યો છે.

Комментарии •