કમળાઈ માતા ના દર્શન અને પરચો ll કામળાઈ માઁતાજી મંદિર કદમગિરિ || Kamala mata || Kadamgiri palitana

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • #bhajan #bapasitaramdarshan #mayabhaiahir #gujarati #garba
    Facebook video
    / videos
    Facebook page
    / darshanstudio85
    Facebook ID
    / vipul.ladhava
    Instagram ID
    / darshan.studio.karmadiya
    હોળી ધૂળેટીના તહેવારો શરુ થઈ ગયા છે, જેમાં હોળી નો આગળ નો દિવસ કમળા હુતાસણી નો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવે કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજી મંદિર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે, અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહી કમળાઈમાતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામો માંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી અને હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આજુબાજુના ગામના નવ પરણિત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળ ની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે
    કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવી એ ફાગણ સુદી ૧૪ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. પણ 60-70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ. **અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાત ના 222 રજવાડા નું એક ગામ છે જેમના તાલુકદાર દરબારશ્રી વાજસુરબાપુ રાવતબાપુ કામળિયા ના અનેક ધાર્મિક અને સામાજિક કાર્ય ની ધરોહર છે **
    ગામનુ નામ બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે. કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે. આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસબાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. તેજ આ પહાડ સંસ્કૃતમાં કૌલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો ડુંગર પણ કહે છે.
    આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા જોવાનું ભૂલતા નહિ
    #comedy
    #matajibhajan
    #kirtidangadhvi
    #mayabhai_ahir_jokes
    #video
    #village
    WhatsApp
    chat.whatsapp.... kheti vadi / @ખેડૂતમાર્ગદર્શન darshan studio / @darshanstudiokarmadiy... dd dev darshan / indiahealthtips

Комментарии • 20