Ramdevpir Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- @meshwaLyrical
Presenting : Ramdevpir Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |
#ramdevpir #devotional #lyrical #dhun
હો..રામાપીર શરણમ્ મમઃ રામાપીર શરણમ્ મમઃ
રણુજાના દેવ દયાળુ રામાપીર શરણમ્ મમઃ
હો..રામાપીર શરણમ્ મમઃ રામાપીર શરણમ્ મમઃ
રણુંજાના દેવ દયાળુ રામાપીર શરણમ્ મમઃ
હો..માતા મીનદેના બાળ તમે રામાપીર શરણમ્ મમઃ
કરીયે ભક્તિ તમારી અમે રામાપીર શરણમ્ મમઃ
હો..અજમલરાય તમારા તાત રામાપીર શરણમ્ મમઃ
કષ્ટ સઘળા કરજો મહાત રામાપીર શરણમ્ મમઃ
હો..સગુણાના વીરા તમે રામાપીર શરણમ્ મમઃ
લાસા લક્ષ્મીના બાંધવ તમે રામાપીર શરણમ્ મમઃ
હો..વિરમ દેના ભાઈ તમે રામાપીર શરણમ્ મમઃ
નેતલ દેના ભરથાર તમે રામાપીર શરણમ્ મમઃ
હો..પોકરનગઢ માં પ્રગટ્યા પીર રામાપીર શરણમ્ મમઃ
ભૂલ કરજો સગુણાના વીર રામાપીર શરણમ્ મમઃ
હો..કુમ કુમ કેરા પગલા પડ્યા રામાપીર શરણમ્ મમઃ
મીનળદેના હૈયા હરખ્યા રામાપીર શરણમ્ મમઃ
હો..બાળ બની પારણે પોઢ્યા રામાપીર શરણમ્ મમઃ
મુખે મીઠા હાલરડા ગુંજ્યા રામાપીર શરણમ્ મમઃ
હો..ઉકળતી જોને દેગ ઉતારી રામાપીર શરણમ્ મમઃ
કપડાનો ઘોડલો દીધો ઉડાળી રામાપીર શરણમ્ મમઃ
હો..મીસરી કેરો લુણો બનાવ્યો રામાપીર શરણમ્ મમઃ
લાખો વણજારો પગમાં પડ્યો રામાપીર શરણમ્ મમઃ
હો..પીરોને પીરાઈ બતાવી રામાપીર શરણમ્ મમઃ
મક્કાથી તમે દેગો ઉતારી રામાપીર શરણમ્ મમઃ
હો..મુવો ભાણીયો સજીવન કીધો રામાપીર શરણમ્ મમઃ
પરગટ પરચો એવો દીધો રામાપીર શરણમ્ મમઃ
હો..ડાલી બાઈને દર્શન દીધા રામાપીર શરણમ્ મમઃ
ચરણે સ્થાપી અમરપદ દીધા રામાપીર શરણમ્ મમઃ
હો..લીલુડો ઘોડલો મુગટ માથે રામાપીર શરણમ્ મમઃ
ભમરીયો ભાલો ઝાલ્યો હાથે રામાપીર શરણમ્ મમઃ
હો..નેતલ દેનો કોઢ મટાડ્યો રામાપીર શરણમ્ મમઃ
પરચો પીરજી પરગટ પુરયો રામાપીર શરણમ્ મમઃ
હો..બાર બીજના ઘણી તમે રામાપીર શરણમ્ મમઃ
ભક્તિ તમારી કરીયે અમે રામાપીર શરણમ્ મમઃ
હો..વડા ધરમની વાતો ન્યારી રામાપીર શરણમ્ મમઃ
લીલા તમારી બહુ છે ન્યારી રામાપીર શરણમ્ મમઃ
હો..જ્યોતિ પાટે વહેલા પધારો રામાપીર શરણમ્ મમઃ
પાવન પગલા પીરજી પાડો રામાપીર શરણમ્ મમઃ
હો..નીજયા પંથી મંડપ રોપાયા રામાપીર શરણમ્ મમઃ
સંતો ભક્તો હૈયા હરખાયા રામાપીર શરણમ્ મમઃ
હો..લીલુડા ઘોડલે થાજો અસવાર રામાપીર શરણમ્ મમઃ
નેતલ દેના તમે ભરથાર રામાપીર શરણમ્ મમઃ
હો..મહા ધરમ છે સાચો ધરમ રામાપીર શરણમ્ મમઃ
સમજી લેજો એનો મરમ રામાપીર શરણમ્ મમઃ
હો..દયા ધરમ ઉરમાં ધરીયે રામાપીર શરણમ્ મમઃ
ભક્તિ તમારી ભાવે કરીયે રામાપીર શરણમ્ મમઃ
હો..અધમ ઉધ્ધારણ ભાર હરણ રામાપીર શરણમ્ મમઃ
સફળ બનાવો સદ કરમ રામાપીર શરણમ્ મમઃ
હો..ભક્તોની તમે ભીડ ભાંગો રામાપીર શરણમ્ મમઃ
સાચુ જ્ઞાન અમને આપો રામાપીર શરણમ્ મમઃ
હો..જીવન મારુ ધન્ય બનાવો રામાપીર શરણમ્ મમઃ
હૃદયે ભક્તિ ભાવ જગાડો રામાપીર શરણમ્ મમઃ
હો..દિન દયાળું રણુંજાના રાજા રામાપીર શરણમ્ મમઃ
પુરી કરજો અમારી આશા રામાપીર શરણમ્ મમઃ
હો..દિન દુઃખીયા ના દુઃખડા હરજો રામાપીર શરણમ્ મમઃ
કાઠા કષ્ટ તમે કાપજો રામાપીર શરણમ્ મમઃ
હો..બેડલી ઉતારો મારી ભવપાર રામાપીર શરણમ્ મમઃ
અકળ લીલા તમે કરનાર રામાપીર શરણમ્ મમઃ
હો..લીલા તમારી અપરંપાર રામાપીર શરણમ્ મમઃ
ના આવે કાંઈ કેતા પાર રામાપીર શરણમ્ મમઃ
હો..વગડે તમે સાદ સુણો રામાપીર શરણમ્ મમઃ
અંતર આશા મારી પુરો રામાપીર શરણમ્ મમઃ
હો..કળયુગ છે કાંડની વાડ રામાપીર શરણમ્ મમઃ
તમે છો પીરજી રક્ષણહાર રામાપીર શરણમ્ મમઃ
હો..ભવરણમાં હું ભટકી રહ્યો રામાપીર શરણમ્ મમઃ
દર્શન તમારુ ઝખી રહ્યો રામાપીર શરણમ્ મમઃ
હો..આશાનો એક તાર તારો રામાપીર શરણમ્ મમઃ
ભરોસો તુટેના જોજો મારો રામાપીર શરણમ્ મમઃ
હો..ભક્ત જનોના તમે આધાર રામાપીર શરણમ્ મમઃ
નિરાધારના તમે આધાર રામાપીર શરણમ્ મમઃ
હો..કર જોડીને રાજેશ બોલો રામાપીર શરણમ્ મમઃ
ફુલડે વધાવતા મેશ્વા બોલે રામાપીર શરણમ્ મમઃ
હો..રામાપીર શરણમ્ મમઃ રામાપીર શરણમ્ મમઃ
રણુંજાના દેવ દયાળુ રામાપીર શરણમ્ મમઃ
હો..રામાપીર શરણમ્ મમઃ રામાપીર શરણમ્ મમઃ
રણુંજાના દેવ દયાળુ રામાપીર શરણમ્ મમઃ
હો..રામાપીર શરણમ્ મમઃ રામાપીર શરણમ્ મમઃ
રણુંજાના દેવ દયાળુ રામાપીર શરણમ્ મમઃ
બોલ શ્રી રણુંજાના રામાપીર ની જય
Audio Song : Ramdevpir Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Ramdevpir
Temple : Ranuja
Festival : Ramdevpir Na Norta
Label : Meshwa Electronics