આ કાયામાંથી હંસલો રે, ઓંચિતાનો ઉડી જાશે - વિપુલભાઈ ઝાલા - 09-01-2025

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • આ કાયામાંથી હંસલો રે
    રાગ-વાદલળી વરસીરે સરોવર
    આ કાયામાંથી હંસલો રે, ઓંચિતાનો ઉડી જાશે
    કોણ જાણી શક્યુ કાળ ને રે, વાણું કાલે કેવું વાશે
    તારા મોટા મોટા બંગલા રે, મોટરને વાડી ગાડી
    તારી માયા મૂડી મેલીને, ખાલી હાથે ચાલ્યો જાશે
    તારી દેહ આ રુપાળી રે, નહીં રાખે ઘરમાં ઘડી
    તારો પંખીડાનો માળો રે, પલકમાં પીંખાયી જાશે
    તારા ફૂડ કપટથી રે, પ્રભુ નહીં થાયે રાજી
    ઓલા જમ કેરા મારથી રે, ચેતીને જરા ડગલાં ભરો
    તને મળ્યો રુડો મનખો રે, બાંધી લેને ભવનું ભાથું
    તારા સગાવાલા સૌએ રે, થોડા દીમાં ભૂલી જાશે
    તારી સાચી ખોટી વાણી રે,અહીંની અહિયા રહેશે
    તને સંતો કહે રામનામ લે, ફેરો તારોં સફળ થાશે
    =============================================================================
    સ્વ.શ્રી બાબુભાઇ શામજીભાઈ ગોહેલ ના સ્મરણાર્થે રાખેલ ધૂન ....
    તારીખ :- 09-01-2025 (ગુરુવાર)
    સમય :- રાત્રે 9.30 થી 11.30
    =============================================================================
    VID 20250109 224431

Комментарии •