#કચ્છમાં

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #કચ્છમાં 352 નાની મોટી લીઝ બંધ થતાં 2,000 થી વધુ ટ્રકોના પૈડા પણ થંભી ગયા...
    #Over 2,000 truck wheels also stopped as 352 small and big leases stopped in #Kutch...
    #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
    #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
    #Social #media #gujratnews
    #Breakingnews #dailynews
    #dailynewsupdate #dailynewstelevision
    #mundranews #bhujnews #abadasanews #nakhtrananews
    #anjarnews #bhachaunews
    #gandhidhamnews #raparnews
    #mandvinews #samachar
    #kkccrimenews
    #અંજાર-ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ-ક્રશર(ભેડિયા) એસોશીયેસન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, પર્યાવરણ પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાન જેવી જટિલ પ્રક્રીયાકે જેનું પાલન લીઝોની નાની નાની સાઇઝના કારણે અમલમાં મુકવું અશક્ય હોઇ તેમાંથી મુક્ત કરવા કોઇ વ્યવહારિક જોગવાઇ અમલમાં મુકવા અંગે વિચારણા હેઠળ ન લેવા અનુસરણ થાય તેવા પગલા ભરવા અથવા પ્રક્રિયા સરળ કરવા માંગ કરી છે. અંજાર કચ્છ પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનીજ ખાતા દ્વારા કોઇ પણ નોટિસ આપ્યા વગર લીઝોમાંથી ખનીજનું ઉત્પાદન નિકાસ બંધ કરવા કરેલા આદેશના પગલે કચ્છમાં 172 બ્લેકટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ થતાં દોઢ લાખ શ્રમિકોની રોજગારી છીનવાઇ હોવાનું તેમજ 2 હજાર ટ્રકોના પૈડા થંભી ગયા હોવાનું જણાવી મોટું નુકશાન અટકાવવા યોગ્ય નિર્ણય લઇ રસ્તો કાઢવામાં આવે તેવી માંગ અંજાર-ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ-ક્રશર(ભેડિયા) એસોશીયેસન દ્વારા કરી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની સ્થિતિ ઉભી થશે તેવી ચીમકી પણ અપાઇ હતી. એસો.ના પ્રમુખ રામભાઇ ભાવનાનીએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લામાં આશરે 200 થી વધારે નાની-મોટી બ્લેકટ્રેપ ખનીજની ખાણો છેલ્લા આશરે 60 વર્ષથી કાર્યરત છે અને જીલ્લામાં તેના આનસાંગિક ઉદ્યોગ તરીકે 40 ક્રશર પ્લાન્ટ કાર્યરત છે. આ ઉધોગ દ્વારા સરકારને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બન્ને મળીને અંદાજે 40 થી 50 કરોડ જેટલી રોયલ્ટીની આવક વર્ષ : 2023-24 દરમ્યાન થયેલી હતી. આમ લગ-ભગ દર વર્ષે આ ખાણો દ્વારા વાર્ષિક 40 થી 50 કરોડની આવક થાય છે અને આવક પર GST ની પણ કરોડો રૂપિયાની આવક થાય છે. આ બ્લેકટ્રેપની ખાણો પર ખાણના માલિકો ઉપરાંત ખાણકામ કરતા દોઢ લાખથી મજદુરોને કાયમી નિયતપણે રોજગારી મળી રહે છે. ઉપરાંત 40 થી વધારે ક્રશર પ્લાન્ટ અને મશીન ધારકો ઉપરાંત ટ્રક વિગેરે જેવા ટાન્સપોર્ટેશન વાહનો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ લાખો લોકોને રોજીરોટી મળી રહે છે. આ ખાણો બંધ થવાથી કચ્છ જીલ્લામાં ચાલતા આશરે નાના-મોટા 40 જેટલા ક્રશર પ્લાન્ટ તેમજ ડીપી વર્લ્ડ આધારીત કન્ટેનર ટર્મિનલ પોર્ટ તેમજ ગ્રીન હાઇડ્રોજન પ્રોજડેટ તેમજ અન્ય ઉદ્યોગોના કારખાનાઓ અને તેના આનસાંગિક ઉદ્યોગો પર પણ તેની માઠી અસર થાય છે જેના કારણે લાખો લોકો રોજીરોટી વિહોણા બનવાની શકયતા ઉભી થઇ છે. ખાણ ખનિજ વિભાગની આ સૂચના મુદ્દે અંજાર-ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ-ક્રશર(ભેડિયા) એસોશીયેસનના હોદદ્દેદારો અને સભ્યોની બેઠક મળી હતી અને ગુજરાતભરમાં આ મુદ્દે હાલ વીરોધ જોવા મળી રહ્યો છે. હાલ આ સૂચનાના પગલે ખાપો અને ક્રશર યુનિટો બંધ થવાથી મોટું નુકશાન પહોંચી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું....

Комментарии • 7