દિની એજ્યુકેશન નું મહત્વ | રોશની ચેરીટેબલ ટ્રસ્ટ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • ટોપીક ➖️ આપણા મદ્રસા
    દરેક મદ્રસાઓ માં જો દિની સારા શિક્ષણ ની વ્યવસ્થા હશે તો ઈન્શા અલ્લાહ 100% મદ્રસાઓ નું મહત્વ વધશે જ.
    આપણા મદ્રસાઓ માં સારા દિની શિક્ષણ ની વ્યવસ્થા ન હોવા માટે માત્ર મુદર્રીશો જ નહી...
    ➖️કેટલીક જગ્યાએ મા-બાપ
    ➖️કેટલીક જગ્યાએ મદ્રસા કમીટી
    ➖️કેટલીક જગ્યાએ મુદર્રીશો છે.
    આ ત્રણેય મજબુત બને...પોતાની જવાબદારી અલ્લાહ ની રઝા(રિઝા) માટે નિભાવે તો ઈન્શા અલ્લાહ એક બેહતર મદ્રસાનું નિર્માણ થઈ શકે...દરેક ને મદ્રસાઓ પર શર્મ નહિ પણ ગર્વ થાય.
    ➖️મદ્રસાઓ માં સમય ની નિયમિતતા
    ➖️ન્હાયા(બાથીંગ) વગર આવવું નહિ
    ➖️જો વુઝુ ની વ્યવસ્થા હોય તો વુઝુ બાદ જ મદ્રસામાં એન્ટ્રી
    ➖️ ડેઈલી એક સારી ટેવ વિશે હદીષે મુબારક પરથી 10-15 મિનિટ ની ચર્ચા
    ➖️વાલીઓની મિટીંગ અને એમણા બાળક વિશે માહિતી આપવી.
    ➖️ મોટી છોકરીઓ માટે ફરજીયાત આલીમા ની વ્યવસ્થા જેથી પઢવાની સાથે રોજીંદા જીવનના અને અંગત મસ્લા-મસાઈલ પુછી ઈન્શા અલ્લાહ અમલ કરી શકે.
    ➖️અઠવાડીયામાં એક દિવસ કુરાન શરીફ ની ફઝીલત સમજાવવી અને કુરાન શરીફ માંથી એક કિસ્સો સંભળાવવો.
    ➖️દર મહિનામાં એકવાર રૂબરૂ વાલી મિટીંગ
    ➖️ દર છ મહિને પરિક્ષા બાદ 1,2,3 નંબર આપી ઈનામ આપી પ્રોત્સાહન
    ➖️ દર વર્ષે મદ્રસાનો જલ્સો જેમા અલગ-અલગ ટોપીક આપી તલબાઓ અને મુદર્રીશોની મહેનતથી આવામને સારી દિશામાં લઈ જવાનાં ચોક્કસ પ્રયત્નો.
    ➖️આ બધુ ઈન્શા અલ્લાહ...મા-બાપ,મદ્રસા કમીટી અને મુદર્રીશોની પોતાની ફરજ નિભાવવાથી જ પોસિબલ છે...અલ્લાહ અજજવઝલ આપણી મદદ ફરમાવે.
    જેઓ પણ ફરજ નિભાવે...એમા કોઈ સાથે આપે કે ન આપે અલ્લાહ રબ્બુલ ઈજ્જત થી કશું જ છુપુ નથી અને એ એહલે ઈમાન માટે કાફી છે.

Комментарии • 2