વાર્તાઓના અજાયબ વિશ્વમાં 'એક લહેરભરી લટાર'

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • પ્રિય સાહિત્યરસિક મિત્રો,
    મારો વાર્તાસંગ્રહ 'ડૂબકીખોર' પ્રગટ થઈ ચૂક્યો છે. પુસ્તક પ્રાગટયની પ્રસન્નતા વ્યકત કરવા BLIND PEOPLE’S ASSOCIATION, AHMEDABADના સૌજન્યથી એક મજાના કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે.
    વાર્તાઓના અજાયબ વિશ્વમાં 'એક લહેરભરી લટાર' આ શીર્ષકથી યોજાયેલ કાર્યક્રમમાં દિગ્ગજ વાર્તાકાર શ્રી. રજનીકુમાર પંડ્યા વાર્તાકળા વિશે સુંદર વાત કરશે. પ્રસિદ્ધ નાટ્યકાર વીરલ રાચ્છ મારી વાર્તા “ચંદાનું વેકેશન” પર આધારિત નાટક જે ભારતીય વિદ્યાભવનની સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયું હતું, એના અનુભવ વિશે 'ઓડિયોવિઝ્યુઅલ ક્લીપ' સાથે વાત કરશે. છેલ્લો દિવસ તેમજ કરસનદાસ પે એંડ યુઝ ફેઈમ મયૂર ચૌહાણ (માઈકલ) અને બજાબાની અભિનેત્રી ધરા ભટ્ટ બે વાર્તાઓ અનુક્રમે સવા ત્રણની બસ અને સૌભાગ્યવતીનું વાચિકમ્‌ પ્રસ્તુત કરશે. લોકપ્રિય કવિ નવલકથાકાર અનિલ ચાવડા સમગ્ર 90 મિનિટના કાર્યક્રમનું સંચાલન કરશે. આર આર શેઠના શ્રી. ચિંતન શેઠની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ અવસરે પુસ્તક પણ ઉપલબ્ધ રહેશે.
    તારીખ 26.9.21 રવિવાર સવારે 10.30થી 12
    અંધજન મંડળ પ્રેયર હોલ, વસ્ત્રાપુર, અમદાવાદ
    હોલ પર કોરોના પ્રોટોકોલને અનુસરી મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓને પ્રવેશ આપી શકાય એમ હોવાથી જે મિત્રોને કાર્યક્રમસ્થળે હાજર રહેવું હોય તો વોટ્સએપ (શ્રોતાસંખ્યા સાથે) મેસેજ કરી વિનામૂલ્યે કંફર્મર્શેન કોડ મેળવી લેશો.
    Zoom થી જોડાવા માટે લિંક અહીં મૂકીશ.
    RUclips પર આ લિંકથી live કાર્યક્રમ જોઈ શકાશે.
    bit.ly/Raeesh_M...
    પુસ્તક ખરીદવા માટેની લિંક આ છે.
    rrsheth.com/sh...

Комментарии • 14