શ્રીકૃષ્ણ ને સુદામા મળવા આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
HTML-код
- Опубликовано: 8 фев 2025
- હારે દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના
હારે એ તો જુવે ભાઈબંધ ની વાટ દર્શન કરવા નાથ ના
હાડ રે સુકાણા એના શરીર સુકાણા
હારે એની આંખલડીના તેજ હરણા દર્શન કરવા નાથ ના
માથે નથી મોળીયા ને પગમાં નથી પગરખા
હારે એને કાળા પડેલા કસોટ પહેરવા નથી પોતડી
દ્વારપાલે ખબર દીધી દ્વારે ઊભો દુબરો
હારે એ તો જુવે ભાઈબંધ ની વાટ સુદામા આવ્યા મળવા
સાધ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી
હારે એને ત્રિકમ લીધા તેડી સુદામા આવ્યા મળવા
અંગૂઠો ઘસે છે એના અષ્ટ પટરાણી
હારે એવા રૂક્ષ્મણી રડે છે પાણી પકડે વાલો પાવલા
મારી માટે ભેટ શું લાવ્યા સુદામા
હારે એની પોટલી ને આમ તેમ સંતાડે સુદામા આવ્યા મળવા
તાંદુલ જમે ને વાલો રોકે રાણી રૂક્ષ્મણી
હારે અમને આપો અવિનાશી સેવા ચરણોમાં રાખો શામળા
ઘણા દિવસ વિત્યા ને વિદાય માંગી મિત્રએ
હારે એણે મોરારી પાસે કાંઈ ન માગ્યું ધન્ય એની ધારણા
સુદામા ને આંખોમાં આસુડા ની ધારા
હારે ઘણું હતું તોય કાંઈ ન દીધું સુદામા આવ્યા મળવા
પોરબંદર આવી સુદામા ઊભા રહ્યા
હારે એની ઝૂપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા
ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો
હારે ત્રિકમ ટાણે આવીને ઊભા રહેશે સુદામા આવ્યા મળવા
#શ્રીકૃષ્ણકીર્તન#શ્રીરામકીર્તન#શ્રીમહાદેવકીર્તન#તુલશીકીર્તન#ગુજરાતીકીર્તન#પુણ્ય#સત્સંગ#દેવકીર્તન#માંસીતાકીર્તન#તહેવારનાકીર્તન