સતી સીતાજી વનમાથી આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • સતી સીતાજી વનમાંથી આવ્યા
    ધોબણ ગીત ગાવા ગઈતી રે મારા વાલા
    ઘેર આવીને ધોબીએ પૂછ્યું
    અત્યાર સુધી ક્યાં ગઈતી રે મારા વાલા
    સતી સીતાજી વનમાંથી આવ્યા
    ત્યાં હું ગીત ગાવા ગઈતી રે મારા વાલા
    છ છ મહિના રાવણે રાખ્યા
    તોએ રામે સીતાજી ને રાખ્યા રે મારા વાલા
    ઘરને પછવાડે રામજી રે ઉભા
    સાંભળે છે ધોબીની વાત રે મારા વાલા
    ઘરે આવીને રામજી રે બોલ્યા
    સીતાજીને વન મેલી આવો રે મારા વાલા
    કાળા રે ઘોડા ને કાળા રે લુગડે
    કાળો રથ તૈયાર કરો રે મારા વાલા
    સતી સીતાજી એમ જ બોલ્યા
    કયા કારણે વન મેલો રે મારા વાલા
    એક વન મેલ્યા ને બીજા વન મેલ્યા
    ત્રીજા વને સી તાજી ને મેલ્યા રે મારા વાલા
    જંગલમાં સીતાજી એમ જ બોલ્યા
    વનમાં બીક બહુ લાગે રે મારા વાલા
    વનમાં ભાભી રખડે છે રોજડા
    તેની સાથે તમે રહેજો રે મારા વાલા
    વનમાં લક્ષ્મણ ભૂખ બહુ લાગે
    કેમ કરીને મારે રહેવું રે મારા વાલા
    વનમાં ભાભી ખરેલા વન ફળ
    વન ફળ ખાય તમે રેજો રે મારા વાલા
    ઘેર આવીને રામજીએ પૂછ્યું
    કેમ કરી સીતાજીને મેલ્યા રે મારા વાલા
    ગાય વિનાનું વાછરડું રે ભાંભરે
    એમ ભાંભરતા મેલ્યા રે મારા વાલા
    જળ વિનાની માછલી રે તડપે
    એમ તડપતા મેલ્યા રે મારા વાલા
    સીતાજી ના દુખડા જે કોઈ ગાશે
    રામ કરે રખવાળા રે મારા વાલા
    all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan, mahadev kirtan, Shree ram kirtan, parvati ma kirtan, Shree radhe kirtan, mata janki kirtan, Shree hanuman kirtan, Shree syam kirtan,ahir no itihas,ma khodal kirtan, ma varudi kirtan, Nav ghan ni vat ,ahir movie, Nav ghan movie

Комментарии •