ઇસ્કોન મંદિર આયોજીત સત્સંગ યાત્રા

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ઇસ્કોન મંદિર, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરનુ ખરૂં નામ તો શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે. મંદિરનું ગર્ભગૃહ ૩ ખંડોમાં વહેચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ ભક્તિસિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે, બીજુ અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનાં નમુના રૂપ છે, જેમાં મુખ્ય મંડપનાં ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે.
    ગુજરાતમાં ઇસ્કોનના (કેન્દ્રો) મંદિરો
    અમદાવાદ - શ્રી શ્રી રાધાગોવિંદ ધામ, રાજપથ ક્લબ હાઈવે, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૧
    ભાડજ (તા. દસ્ક્રોઇ),અમદાવાદ- હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજ ની સામે,ભાડજ-રણછોડપુરા રોડ, સાયન્સ સિટી પાસે, અમદાવાદ-૩૮૨૧૧૫
    દ્વારકા - હરે કૃષ્ણ મંદિર, ભારતીય ભુવન, દેવી ભુવન રોડ, તીન બત્તી ચોક પાસે, દ્વારકા-૩૬૧ ૩૩૫
    વડોદરા - હરે કૃષ્ણ મંદિર, હરિનગર પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા-૩૯૦ ૦૨૧
    વલ્લભ વિદ્યાનગર - શ્રી શ્રી રાધા ગિરિધારી મંદિર, પોલીટેકનીક કોલેજની સામે,વલ્લભ વિદ્યાનગર
    સુરત - શ્રી શ્રી રાધાકૃષ્ણ મંદિર, રાંદેર રોડ, જહાંગીરપુરા, સુરત-૩૯૫ ૦૦૫
    રાજકોટ - શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, કંકોટ પાટીયાની સામે, કલાવાડ રોડ, મોટા માવા, રાજકોટ

Комментарии •