1993માં ફિલ્માવાયેલુ લુણાવાડા -28 વર્ષ જૂનું લુણાવાડા.

Поделиться
HTML-код
  • Опубликовано: 27 фев 2021
  • 1993માં ફિલ્માવાયેલુ લુણાવાડા -28 વર્ષ જૂનું લુણાવાડા જ્યારે અલગ જિલ્લો ન હતું અને ખુબજ સુંદર, શાંત લુણાવાડા હતું, જયારે હજી NS ટોકીઝ ચાલતી હતી, જ્યારે મોદીની ચા પ્રખ્યાત હતી, જ્યારે કોટેજ હોસ્પિટલથી આગળ નવી નવી દાલ-બાટીની શરૂઆત થઈ હતી, જ્યારે સાયન્સ કોલેજ હજી ફુવારા ખાતે હતી જ્યારે ચોકડીથી ફુવારા સુધીનો રસ્તો પેલેસ રોડ અને ફુવારથી માંડવી બઝાર સુધીનો રસ્તો રેડક્રોસ રોડથી ઓળખાતો હતો જ્યારે માંડવીનો અડીખમ હતો અને મહેલના ટાવરની ઘડિયાળ પણ ડંકા વગાડતી હતી એવું જાજરમાન લુણાવાડા આજે જ્યાં જુવો ત્યાં દુકાનોની લાઇન લગાવી બેઠું છે,
    એક સમયનું રહેણાંક વિસ્તાર એવા પરા બઝારમાં લોકો એ ઘર તોડી દુકાનો બનાવી દીધી અને આજે પીપળી બઝાર અને ગોળ બઝાર સમાપ્ત થઈ ગયા ત્યારે પશ્ચિમ વિસ્તાર સરકારી ઓફિસોને લીધે ગીચવાળું થઈ ગયું, જયારે એકદમ શાંત અને સુંદર વેરી હનુમાન જવાનો રસ્તો આજે ભીડભાડ વાળો થઈ ગયો. હવે કોઈ ચાલીને વેરી હનુમાન નથી જતું. આર્થિક વિકાસની આંધળી દોડમાં મારુ સુંદર લુણાવાડા ખોવાઈ ગયુ.

Комментарии •