Ratan Tata Death: સાદગીપૂર્ણ વ્યક્તિત્વથી માંડીને તાતા કંપનીને સફળતાની ઊંચાઈ સુધી પહોંચાડવાની કહાણી

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • #ratantata #india #ratantatalifestyle
    ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ રતન તાતાનું બુધવારે મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું છે.
    તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને તાતા જૂથ તરફથી નિવેદન બહાર પાડીને રતન તાતાના નિધનની પુષ્ટિ કરી હતી.
    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 7મી ઑક્ટોબરે વહેલી સવારે 86 વર્ષના રતન તાતાનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
    રતન તાતાના નિધન વિશે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત દેશના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઍક્સ પર લખ્યું કે રતન તાતાના નિધનથી ભારતે એવા આઇકન ગુમાવી દીધા, જેમણે કૉર્પોરેટ વિકાસને દેશના નિર્માણ સાથે અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યાં.
    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, "રતન તાતા વિઝનરી બિઝનેસ લિડર તથા અસામાન્ય વ્યક્તિ હતા. તેમણે દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું."
    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું કે રતન તાતા દૂરદૃષ્ટા હતા. તેમણે વેપાર અને સખાવતી પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની છાપ છોડી છે.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 2