Nitya Prathana : Ho Pran Pyara|Tuesday Prayer| Pad-2 |ડિસ્ક્રિપ્શન માં પ્રાર્થના ના પદ લખેલ છે

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024
  • દૈનિક પ્રાર્થના
    • પ્રાર્થનાની પૂર્વશરતઃ
    (૧) વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી.
    (૨) પ્રગટભાવે પ્રાર્થના કરવી.
    (૩) ગરજુ-ભૂખ્યા થઈને પ્રાર્થના કરવી.
    (૪) અહમશૂન્ય થઈને પ્રાર્થના કરવી.
    વ્હાલા ગુરુજીની સમગ્ર સત્સંગ સમાજને આજ્ઞા :
    શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા માટે દરરોજ મહારાજ અને મોટાપુરુષ આગળ એકાંતે બેસીને એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે કગરીને કરવી તેમજ પ્રાર્થનાના આ સાત પદ અચૂક મુખપાઠ કરવા.
    પદ-૨ : મંગળવાર ની પ્રાર્થના
    હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ,
    પ્રાર્થના સ્વીકારો હો સુખધામ;
    જેવા છીએ તેવા તોયે તમારા,
    આપ જ માત્ર આધાર હમારા. (૧)
    દેહાભિમાને હુંકાર વ્યાપે,
    વારે વારે માન-અપમાન લાગે;
    ઘડીમાં રાજી, ઘડીમાં કુરાજી,
    દીકરા તમારા છતાં છીએ પાજી.(૨)
    ચાર ચાર જનમથી સાથે લવાય,
    આપ કહો છો દળેલું દળાય;
    મૂર્તિમાં રાખ્યા છે મૂર્તિમાં રહું,
    કૃપા કરો હરિ કગરીને કહું. (૩)

Комментарии •