Aamba Gamna Devshi Luhar NI Vat | અમરેલી પાસેના આંબા ગામની સત્ય ઘટના | Swaminarayan Charitra
HTML-код
- Опубликовано: 7 янв 2025
- જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આપણા સ્વામિનારાયણ સંપ્રદાય મા ઘણા બધા પુરુષ રત્નો અને નારીરત્નો થયા છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણ ના આઠમા વચનામૃત મા એમ કહ્યું છે કે જેને ભગવાન નો સબંધ થયો છે તેના ભાગ્ય નો કોઇ પાર નથી અને ભગવાન નો સંબંધ થવો અથવા તો ભગવાન ઓળખાવા એ એક જન્મ ના પુણ્યે કરીને થતું નથી. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામા કહ્યું છે અનેક જન્મ ના પુણ્ય ઉદય થાય ત્યારે જ પ્રત્યક્ષ ભગવાન ની પ્રાપ્તિ થાય છે.
✨️આંબા ગામના દેવશી ભગત લુહાર નું નામ તમે સાંભળ્યું જ હશે. એ દેવશી ભગતે પોતાના બધા ઘરેણાઓ વેચી અને આંબા ગામે પોતાના ખર્ચે સ્વામિનારાયણ મંદિર બંધાવડાવેલું. પછી પોતે ભાડાના મકાન મા રહેતા અને દીકરાના લગ્ન નો પ્રસંગ આવેલો અને વહુને ચડાવવા માટે ઘરેણા કે પૈસા કશુ જ નહોતું. પછી કેવી રીતે એ પ્રસંગ પાર પડ્યો એ સુંદર વાત આ વીડીઓ મા છે. ✨️
✨️આંબા ગામના આ દેવશી ભગત યોગસમાધી વાળા હતા, પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ ને દેખતા આનો ઉલ્લેખ અક્ષરાનંદ સ્વામી ની વાતો, વાત નંબર-૧૦૫૧, ૧૦૫૨, અને ૧૦૫૪ મા છે. આ ચરિત્ર બ્રહ્મનિષ્ઠ શ્રી આત્માનંદ બ્રહ્મચારી એ લખેલ "સહજાનંદ સ્વામી ચરિત્ર" મા છે.✨️
✨️તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️
________________________________________________
#swaminarayansampraday #devshibhagat #amreli #amrelinews #amazingfacts #parcha #aamba #pithvajal #amrelisamachar #swaminarayanbhaktaratna #aambagamnadevshiluharnuakhyan #newkatha #new #swaminarayankatha #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayandhun #aavosatsangma #bhajan #kirtan #bageshwardhamsarkar #sanatandharma #krishnabhajan #dayro #kalupurmandir #vadtaldham #gadhpurdham #swaminarayanblog #sardharsabha #sardharkathalive #gurukul