Hadkai Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ‪@meshwalyrical‬
    Presenting :Hadkai Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
    #hadkai #aarti #lyrical
    Audio Song : Hadkai Maa Ni Aarti
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Devotional Aarti
    Deity : Hadkai Maa
    Festival : Navratri
    Label : Meshwa Electronics
    ૐ જય હડકાઈ માતા, ૐ જય હડકાઈ માતા
    આરતી ઉતારુ પ્રેમે, તમે છો સુખદાતા
    ૐ જય હડકાઈ માતા
    શ્વાન સવારી માડી, તું માતા મમતાળી
    માં તું માતા મમતાળી
    ભલોણા ડુંગરે વસતા, કોડવા ધામ વાળી
    ૐ જય હડકાઈ માતા
    ધોળી ધજા ચડતી તને માં, ધોળા ચડતા ફૂલ
    માં ધોળા ચડતા ફૂલ
    બહુ દયાળુ માતા મોટી, કરતી માફ માં ભૂલ
    ૐ જય હડકાઈ માતા
    શ્વાન સવારી સાડાત્રણ દિની, તું પરચાળી માં
    માં તું પરચાળી માં
    સત્ત તારો સઉ જાણે,તું આશા પુરનાર
    ૐ જય હડકાઈ માતા
    તારા મંદિરે દિવડા બળતા, તેજ તણો નહીં પાર
    માં તેજ તણો નહીં પાર
    મૂર્તિ મનોહર શોભે તારી, લીલા તું કરનાર
    ૐ જય હડકાઈ માતા
    શંખ ના નાદ ગાજે દ્વારે, ઢોલ નગારા ના તાલે
    માં ઢોલ નગારા ના તાલે
    ઝાંઝ પખવાજ ના તાલ રૂડા, શરણાયુ વાગે
    ૐ જય હડકાઈ માતા
    ધોળી માં તારી ચોખલીયાળી ભાત
    માં ચોખલીયાળી ભાત
    માથે મુગટ સોના વરણો, કંઠે એકાવન હાર
    ૐ જય હડકાઈ માતા
    ભોળા તારા ભક્તો માડી, ગાવે તારા ગાન
    માં ગાવે તારા ગાન
    હડકાઈ તું હેતાળી માં, જગ માં તું છે મહાન
    ૐ જય હડકાઈ માતા
    કાંઠા બિરાજે કલ્યાણકારી, સઘળે તારો વાસ
    માં સઘળે તારો વાસ
    તું ભક્તો ની બેલી માં, તું છે તારણહાર
    ૐ જય હડકાઈ માતા
    જગ મગ દિવડા થાતા દ્વારે, આરતી માં શોભા અપાર
    માં આરતી માં શોભા અપાર
    અબીલ ગુલાલ ઉડે આગે, ભક્તો હૈયે હરખાય
    ૐ જય હડકાઈ માતા
    આરતી તારી શ્રધ્ધા ભાવે, જે કોઈ નર નારી ગાશે
    માં જે કોઈ નર નારી ગાશે
    માં હડકાઈ માતા, ભવ સાગર તરશે
    ૐ જય હડકાઈ માતા
    ૐ જય હડકાઈ માતા, ૐ જય હડકાઈ માતા
    આરતી ઉતારુ પ્રેમે, તમે છો સુખદાતા
    ૐ જય હડકાઈ માતા
    ૐ જય હડકાઈ માતા
    ૐ જય હડકાઈ માતા
    ૐ જય હડકાઈ માતા
    ૐ જય હડકાઈ માતા
    બોલો શ્રી હડકાઈ માતા ની જય

Комментарии • 54