Mix Garba મિક્સ ગરબા ll અવસર ll Avsar II 2024 ll PM SHRI NANI KUNKAVAV PRIMARY SCHOOL

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2024
  • કુંકાવાવ તાલુકાની પી.એમ.શ્રી પ્રાથમિક શાળા નાનીકુકાવાવનો વાર્ષિક ઉત્સવ " અવસર " ની દબદબાભેર ઉજવણી થઈ.
    આજરોજ ગુજરાત સ્થાપના દિન 2024ના રોજ ગરવી ગુજરાત થીમ ઉપર નાની કુંકાવાવ શાળા પરિસર ખાતે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
    સરસ્વતી વંદનાથી કાર્યક્રમના મંગળ પ્રારંભ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ.આ તકે ગામના સરપંચશ્રી શોભનાબેન ઢોલરીયા,Smc અધ્યક્ષશ્રી નીલેશભાઈ રાણપરીયા અને પૂર્વ તા.પં. પ્રમુખશ્રી બાવાલાલ મોવલિયા અને લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખશ્રી કૌશિક હપાણી, ટ્રેઝરર 3232 J શ્રી કાંતિભાઈ વઘાસિયા ,પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ભુવા( શીતલ આઈસ્ક્રીમ) ચેરપર્સન નિલેશભાઈ ઠુમર ,બીઆરસી શ્રી નીરવભાઈ સાવલિયા,સીઆરસી શ્રીવસંતભાઈ કોરાટ,પૂર્વ બીઆરસી અને શિક્ષણવિદ ઉદયભાઈ દેસાઈ તથા હાઈસ્કૂલના આચાર્યશ્રી, Smc સભ્યો.ટીમ ગ્રામપંચાયત ટીમ વિગેરે મહાનુંભાવોના વરદ હસ્તે મંગલ દીપ પ્રાગટય થયું..ત્યારબાદ સૌના શાબ્દિક સ્વાગત સાથે આચાર્યશ્રીએ શાળા પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો.એ પછી ગુજરાત થીમ ઉપર નાના નાના બાળવાટિકાના ભૂલકાઓથી માંડી ધો.8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત થઈ.સમગ્ર રંગારંગ કાર્યક્રમ જ એવો અદ્ભૂત હતો કે હકડેઠઠ મેદનીમાં હાજર પ્રેક્ષકોએ વાહ વાહ પોકારી બાળ પ્રતિભાઓને બિરદાવ્યા હતા.રાત્રીના 12 સુધી ચાલેલા આ કાર્યક્રમના પ્રભાવે લોકોને એવાતો ઝકડી રાખ્યા હતા કે એક પણ વ્યક્તિ મેદાન છોડી શક્યો નહોતો.આ તકે આવા સરસ કાર્યક્રમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણકાર્ય સાથે કાર્યરત અને શાળાના વિકાસ માટે યોગદાન આપવા બદલ આચાર્યશ્રી જયદીપભાઈ પટેલ અને સમગ્ર શિક્ષક સ્ટાફનું લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા મોમેન્ટોથી લાગણીભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
    આ કાર્યક્રમમાં ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માનનો ભાવ પ્રસંગ પણ આવરી લેવાયો હતો. દાતા. હિંમતભાઈ ઢોલરીયા તરફથી વિદ્યાર્થીઓને ભેટ અપાઈ હતી.ધો 8ના વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળા અભ્યાસના પોતાના સુંદર સંસ્મરણો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. માં(મમ્મી) ઉપરની છેલ્લી સાંસ્ક્રુતિક કૃતિમાં વિદ્યાર્થીઓની માતાઓને પણ એક અલગ ડ્રેસ કોડ સાથે સાંકળી લઈ ખૂબ અસરકારક રીતે પ્રસ્તુતિ કરી હતી.આ પ્રયોગે દર્શકોની આંખમાં આંસુ લાવી દીધા હતા.અને એક માતા પિતા તરફ આદર માટેનો સહજ મેસેજ પણ આપ્યો હતો. પ્રાસંગીક ઉદબોધનોમાં crc વસંતભાઈ કોરાટે અને કેળવણીકાર ઉદયભાઈ દેસાઈએ શાળાની સમગ્ર શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી જિલ્લાની શ્રેષ્ઠ એ ગ્રેડની
    આ સરકારી શાળામાં અભ્યાસ કરાવવા વાલીઓને અપીલ કરી હતી. સમગ્ર ઉત્સવ બહાર વસતા આ ગામના હજારો લોકોએ ઓનલાઈન પણ નિહાળ્યો હતો.અને ઓનલાઈન રોકડ રકમની ભેટ પણ મોકલી હતી.આ કાર્યક્રમના સહયોગી શ્રી વસંતભાઈ છોડવડિયા,શ્રી સુરેશભાઈ છોડવાડિયા,શ્રી નીતિનભાઈ મોવલિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂનમબેન ડોબરીયાએ કર્યું હતું. અને શાળાના સ્ટાફ શ્રીપાલભાઈ,પ્રવીણભાઈ,રાજુભાઇ,હેતલબેન, નિશાબેન,ધારાબેન,ઉમાબેન, એમડીએમ સંચાલક શ્રી નીરૂપાબેન વિગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.સુંદર સ્ટેજ સજાવટ માટે શ્રી નરેશભાઈ કથીરીયાએ તથા ગ્રામજનોએ પણ ખૂબ સહયોગ આપ્યો હતો
  • ВидеоклипыВидеоклипы

Комментарии •