લોચો કેવી રીતે બનાવવો - સુરતી લોચો - How To Make Surti Locho at Home - Aru'z Kitchen Gujarati Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • લોચો કેવી રીતે બનાવવો - સુરતી લોચો - How To Make Surti Locho at Home - Aru'z Kitchen Gujarati Recipe.
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Surti Locho at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે લોચો કેવી રીતે બનાવવો.
    #Locho #લોચો #AruzKitchen #GujaratiRecipe #SurtiLocho
    સામગ્રી:
    ચણાની દાળ 1 કપ; અડદની દાળ 2 ટીસ્પૂન; ચોખા 1 ટીસ્પૂન; પવા 3 ટીસ્પૂન; દહીં 1 કપ; હળદર; આદુ-મરચાંની પેસ્ટ; મરી પાવડર; કાશ્મીરી લાલ મરચું પાવડર; મીઠું; હીંગ; તેલ; ઈનો; ધાણાભાજી ½ કપ; ફુદીનો ½ કપ; લીંબુનો રસ 1 ટીસ્પૂન; ખાંડ 1 ટીસ્પૂન; ઢોકળા 3 થી 4 ટુકડાઓ; શેકેલ જીરું પાવડર 1 ટીસ્પૂન; ચાટ મસાલા 1 ટીસ્પૂન; સેવ; જીણી સમારેલી ડુંગળી; સીંગતેલ;
    રીત:
    01. ચણાની દાળ, અડદની દાળ અને ચોખાને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
    02. પવા 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
    03. મિક્સર જારમાં ચણાની દાળ, અડદની દાળ, ચોખા, પવા, દહીં, 1 ટીસ્પૂન હળદર નાંખો અને તેને પેસ્ટ થાય ત્યાર સુધી પીસી લો.
    04. એક વાટકીમાં દાળની પેસ્ટ ઉમેરો અને તેને ગરમ જગ્યાએ લગભગ 5 થી 6 કલાક સુધી રાખો કે તેમાં આથો આવી જાય . જો તમે તેને તડકામાં રાખી શકો, તો તે વધુ સારું રહેશે.
    05. 6 કલાક પછી, સ્ટીમરમાં પાણી ઉમેરો અને તેને ઢાંકી દો.
    06. હવે આથો આવેલ લોચોના બેટરને મિક્સ કરો.
    07. તેમાં 2 ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન હીંગ, 1 ટીસ્પૂન મીઠું નાંખો, અને બધું બરાબર મિક્સ કરો.
    08. પાણી ઉમેરીને બેટરની કન્સીસ્ટન્સીને નિયંત્રિત કરો. વિડિઓમાં બતાવ્યા પ્રમાણે પાતળું બેટર જોશે આપડે.
    09. તેલ થી પ્લેટ ગ્રીસ.
    10. લોચો બેટરમાં લગભગ 2 ચમચી તેલ ઉમેરો. એટલે લોચો નરમ બનશે.
    11. બીજા બોલમાં અડધું બેટર કાઢી લો.
    12. લોચોના બેટર વાળા એક બોલમાં 1 ટીસ્પૂન ઈનો ઉમેરો, ઈનોની ઉપર થોડું પાણી નાખો અને તેને બરાબર મિક્સ કરો. આ કરવાથી લોચો નરમ થશે.
    13. સ્ટીમરમાં ગ્રીઝ કરેલી પ્લેટ મુકો અને પ્લેટમાં લોચોનું બેટર ઉમેરો.
    14. મરીનો પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉપર સ્પ્રિન્કલ કરો અને સ્ટીમરને ઢાંકી દો. તેને 15 થી 20 મિનિટ સુધી પકાવો.
    15. ચાલો આપણે સુરતની ફેમસ લોચો ચટની બનાવીએ.
    16. ધાણાભાજી, ફુદીનો, 2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, ઢોકળા, 1 ટીસ્પૂન મીઠું, ખાંડ; લીંબુનો રસ મિક્સર જારમાં નાંખો અને પીસી લો.લોચો ચટણી તૈયાર છે.
    17. લોચોનો મસાલો બનાવીએ.
    18. એક બોલમાં શેકેલ જીરું પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન મીઠું, ચાટ મસાલો, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
    19. લોચોનો મસાલો તૈયાર છે.
    20. 15 થી 20 મિનિટ થાય પછી પ્લેટને લોચો સાથે સ્ટીમરમાંથી બહાર કાઢો.
    21. પ્લેટમાંથી લોચોને તાવીથા વડે કાઢો, તેને સર્વિંગ પ્લેટમાં ઉમેરો અને તેની ઉપર લોચો મસાલા, ડુંગળી, સેવ, સીંગતેલ ઉમેરો.
    22. સુરતનો પ્રખ્યાત લોચો પીરસવા માટે તૈયાર છે.
    23. તેને તાજી લોચો ચટણી સાથે સર્વ કરો.
    Ingredients:
    Chana Dal 1 cup; Urad Dal 2 tsp; Rice 1 tsp; Beaten Rice 3 tsp; Curd 1 cup; Turmeric; Ginger-Chili Paste; Black Pepper Powder; Kashmiri Red Chili Powder; Salt; Asafoetida; Oil; Eno; Green Coriander ½ cup; Mint Leaves ½ cup; Lemon Juice 1 tsp; Sugar 1 tsp; Steamed Dhokla 3 to 4 pieces; Roasted Cumin Powder 1 tsp; Chat Masala 1 tsp; Sev; Finely Chopped Onions; Groundnut Oil;
    Steps:
    01. Soak the Chana Dal, Urad Dal and Rice in water for 6 to 7 hours.
    02. Soak the Beaten Rice in water for 1 hour.
    03. Add the Chana Dal, Urad Dal, Rice, Beaten Rice, Curd, 1 tsp Turmeric to a mixing jar and grind it to a paste.
    04. Add the Dal paste to a bowl and let it ferment for about 5 to 6 hours in a warm place. I'd be better if you can keep it under Sun
    05. After 6 hours, add water to a steamer and cover its lid.
    06. Mix the now fermented Locho batter.
    07. Add 2 tsp Ginger-Chili Paste, 1 tsp Asafoetida, 1 tsp Salt, and mix everything well.
    08. Control the consistency of the batter by adding water. It should have a thin consistency as shown in the video.
    09. Grease a plate with Oil
    10. Add about 2 tsp of Oil to the Locho Batter. This will result in a soft locho.
    11. Add half the batter to another bowl.
    12. Add 1 tsp of Eno to one of the bowls containing the Locho batter, add some water on top of the Eno and mix it well. This will give a nice soft locho.
    13. Add the greased plate to the steamer and add the Locho batter to the plate.
    14. Sprinkle Black Pepper Powder, Kashmiri Red Chili Powder and cover the lid of the steamer. Cook it for 15 to 20 minutes.
    15. Meanwhile, let us make Surat’s Famous Locho Chutney.
    16. Add the Green Coriander, Mint Leaves, 2 tsp Ginger-Chili Paste, Steam Dhokla, 1 tsp Salt, Sugar; Lemon juice to a mixer jar and grind it to a paste. Locho Chutney ready to be served
    17. Now let us make the Locho Masala
    18. Add the Roasted Cumin Powder, 1 tsp Black Pepper Powder, 1 tsp Salt, Chat Masala, 2 tsp Kashmiri Red Chili Powder to a bowl and mix it well
    19. Locho Masala is ready
    20. Once the steamer has had its 15 to 20 minutes cooking the locho, remove the plate with the Locho outside
    21. Scrape the Locho out of the plate, add it to a serving plate and add the Locho Masala, Onion, Sev, Groundnut Oil on top of it
    22. Homemade Surat’s Famous Locho is ready to be Served
    23. Serve it hot with the fresh Locho Chutney on the side
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

Комментарии • 961