અમ આંખનું અજવાળુ કંઈક ઓછું થયું - હિતેશભાઈ ઝાલા - 09-12-2024
HTML-код
- Опубликовано: 5 фев 2025
- અમ આંખનું અજવાળુ કંઈક ઓછું થયું
રાગ-દિલકે અરમાં આસુંઓમે બહ ગયે
અમ આંખનું અજવાળુ કંઈક ઓછું થયું
તારા ચરણમાં, તેજ પુંજ પહોંચી ગયું ,...અમ
(1 ) અમ અશ્રુના બિન્દુથી, એક છૂટું પડયું
તારા ચરણમાં, પહોંચતા મોતી થયું ,... અમ
( 2 ) કહીને તમોને શું કહીએ શામળા
તુજ થી હવે ના કાંઈ પણ છાનું રહ્યું ,...અમ
( 3 ) સમજુ છતાંએ, લાગણીનો અંશ છું
ન ધાર્યુ તું અણધાર્યુ, એવું થઇ ગયું ,... અમ
( 4 ) તારા બાગનું એ પુષ્પ, તમ ચરણે પડયું
તારૂ હતુ તુજ ને, સમર્પણ થઇ ગયું ,...અમ
( 5 ) સીતારામ મંડળ વિનવે પ્રભુ આપને
આ જીવનું આજ શિવમાં મિલાન થયું ,... અમ
VID 20241209 221223