પોરબંદર માં પુર માં ફસાયેલા 150 થી વધુ નું રેસ્ક્યુ:પાલિકા પ્રમુખે બોટ માં સાથે જઇ કામગીરી હાથ ધરી

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • પોરબંદર શહેર માં ઉપરવાસ ના વરસાદ ના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે ત્યારે પુર માં ફસાયેલા ૧૫૦ થી વધુ લોકો નું રેસ્ક્યુ કરાયું છે જયારે ૯૬૬ લોકો નું સલામત જગ્યા એ સ્થળાંતર કરાયું છે પાલિકા પ્રમુખે જાતે રેસ્ક્યુ બોટ માં જઈ લોકો ના રેસ્ક્યુ કરવાની કામગીરી માં મદદ કરી હતી
    પોરબંદરમાં પણ 40 વર્ષ બાદ ભાદરના પાણીનો કહેર જોવા મળ્યો હતો. ઘેડ પંથકમાં કહેર મચાવતી ભાદર પોરબંદરના પાદરે આવી પહોંચતા ૫ હજારથી વધારે મકાનો પાણીમાં ડૂબ્યા હતા. જીલ્લા માં ૩ દિવસમાં ૧૫ થી ૧૮ ઇંચ વરસાદ બાદ ગુરુવારે સવાર થી વરસાદે વિરામ લીધો હતો અને માત્ર સામાન્ય ઝાપટા વરસ્યા હતા પરંતુ ઉપરવાસ ના વરસાદ ના કારણે ભાદર,ઓઝત અને મધુવંતી વગેરે માંથી પાણી છોડવામાં આવતા આ પાણી ઘેડ પંથક ઉપરાંત પોરબંદર શહેર ના કર્લી પુલ,કુંભારવાડા,બોખીરા,ખાડીકાંઠા સુધીના 5 હજારથી વધુ મકાનો માં ઘુસી ગયા હતા શહેર ના મિલપરા,ઝુંડાળા અને કડિયાપ્લોટના ખાડીકાંઠા વિસ્તારથી લઈને ખડપીઠના,જુના અને નવા કુંભારવાડા વિસ્તાર ના 5 હજારથી વધુ મકાનો માં પાણી ઘુસી ગયા હતા કેટલાક વિસ્તાર માં થી ૪ થી ૫ ફૂટ પાણી ભરાયેલા છે જેના લીધે લોકો ને ઘરવખરી પણ પડતી મૂકી સલામત સ્થળે આશરો લેવાનો વારો આવ્યો હતો તો અનેક લોકો પાણી માં ફસાયા હતા પાણી વચ્ચે ફસાયેલી આવી ૧૫૦ થી વધારે મનાવ જિંદગી બચવામાં આવી હતી.જેમાં ખાડી કાંઠા વિસ્તાર માં ઘાસ ગોડાઉન, ખડપીઠ અને કુંભારવાડા વિસ્તારોમા રેસ્કયુની કામગીરી કરવામાં આવી હતી જેના માટે ૬ અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તાર માં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી પાલિકા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી પણ લાઈફ જેકેટ પહેરી રેસ્ક્યુ બોટ માં સાથે જઈ રેસ્ક્યુ કામગીરી માં મદદ કરી હતી જેમાં ઘાસ ગોડાઉન વિસ્તાર માં બીમાર વૃધ્ધા ચાલી પણ શકતા ન હતા તેઓનું ખાટલા સાથે બોટ મારફત રેસ્ક્યુ કરાયું હતું એસડીઆર એફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્રારા બોટની મદદથી રેસ્કયુની કામગીરી કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા ૯ સ્થળોએ આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વિસ્તાર ના ૯૬૬ સ્થળાંતર કરેલા આશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો છે. જે તમામ લોકોને સવારે ચા-નાસ્તો અને બપોરે તથા સાંજે ભોજન આપવામાં આવે છે. નગરપાલિકા, સહયોગી સંસ્થા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરેલા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે.

Комментарии • 10

  • @ajitbhaigadhvi7781
    @ajitbhaigadhvi7781 Месяц назад +3

    આવું આવું કામ કોઈ ક્યારેય નહોતું કર્યું તમે કર્યું છે તમારો ખુબ ખુબ આભાર

  • @bharatbarad3081
    @bharatbarad3081 Месяц назад +1

    Cetna Ben vaah Ben vaah🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳

  • @ajitbhaigadhvi7781
    @ajitbhaigadhvi7781 Месяц назад +3

    મીડિયા વાળા નો ખુબ ખુબ આભાર પોરબંદર ટાઈમ

  • @ajitbhaigadhvi7781
    @ajitbhaigadhvi7781 Месяц назад +2

    આપ સૌનો ખુબ ખુબ આભાર ચેતનાબેન તમારો ભાઈ આભાર

  • @AjitParmar-v9d
    @AjitParmar-v9d Месяц назад +1

    great chetnaben

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q Месяц назад

    🌻🌹congratulations🌹🌻great work

  • @nileshsata1304
    @nileshsata1304 Месяц назад

    પ્રમુખ સાહેબ આભાર 🎉

  • @BharatKadchha-gn5bp
    @BharatKadchha-gn5bp Месяц назад

    CHETNA BEN TIWARI IS REAL DAUGHTER OF KOLI CASTE THANKS A LOT MEM

  • @gautamdodiya6897
    @gautamdodiya6897 Месяц назад

    Great service by president

  • @ajitbhaigadhvi7781
    @ajitbhaigadhvi7781 Месяц назад

    બોખીરા માં ક્યાં ક્યાં પાણી ભરેલું છે તે બતાવવા નર્મ વિનંતી