વિષય : પ્રમુખ ટ્રમ્પ પછીનું અમેરિકા અને ભારતીયોનું ભવિષ્ય | વક્તા : નટવર ગાંધી |
HTML-код
- Опубликовано: 10 фев 2025
- 20-1-2025 | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય સંશોધન કેન્દ્રના ઉપક્રમે ‘પ્રમુખ ટ્રમ્પ પછીનું અમેરિકા અને ભારતીયોનું ભવિષ્ય’ એ વિશે શ્રી નટવરભાઈ ગાંધીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ પહેલી વાર ચૂંટાયા ત્યારે રાજકારણમાં એક અકસ્માત ગણાયો હતો. ટ્રમ્પના ચારિત્ર્ય વિશે તો સહુ કોઈને ખ્યાલ છે જ અને તેમ છતાં તે ફરી વાર ચૂંટાયા. આ વખતની ચૂંટણી અકસ્માત નહોતો પણ અમેરિકન પ્રજાનો સ્પષ્ટ નિર્ણય હતો અને ચોખ્ખી પસંદગી હતી. બીજી વાર તે પ્રમુખ થયા તેના બે કારણો : (1) મોંઘવારી : અમેરિકન પ્રજા સામાન્ય રીતે ક્યાંય પણ જાય જેમ કે ગ્રોસરીની ખરીદી, બીજી કોઈ વસ્તુની ખરીદી, વ્યાજ ભરવા માટે લોન લેવા જવું અને બધી જગ્યાએ ભાવ વધી ગયા હોય તે આકરું લાગતું. (2) ઇમિગ્રેશન : બહારના લોકો ગેરકાયદેસર આવીને અમેરિકામાં વસે અને મોટા ભાગના અશ્વેત લોકો આવીને વસે છે અને ગોરા લોકો નહોતા આવતા. અમેરિકનોને થયું કે અમારો દેશ ગોરો મટીને અશ્વેત બની જશે. આ બે કારણોથી ટ્રમ્પ અમેરિકામાં બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. એ વિશેની રસપ્રદ છણાવટ સાંભળીએ.