*સિગ્નેચર કોમ્પિટીશન* માનવતા પરીવાર માધવપુર ઘેડ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025
  • બેસ્ટ સિગ્નેચર એવોર્ડ
    સિગ્નેચર કોમ્પિટીશન
    ગુજરાતના સુંદર દરીયા કિનારા પર વસતા શહેર અને કુદરતી સૌંદર્ય થી ભરપુર માધવપુરમાં એક નવતર સેવા કાર્ય યોજાયો હતો. આ જગતના માણસો જેના સૌંદર્યની ગરીમા અચુક ગાય છે. એવી આ નંદલાલની ભૂમીમાં એક અનોખા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિને બાળકોના સર્વાગી વિકાસ માટે વૈવિધ્ય સભર કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે કઈક નવો અંદાજ Signature Competition માં દરેક બાળકોએ પોતાની સહી (Signature) કરી હતી. આ કાર્યક્રમમાં છ બાળકોને Best Signature Award આપવામાં આવ્યો હતો.અને સાથો સાથ દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા.
    આ સ્પર્ધા માં વિજેતા થયેલા બાળકો :
    જુનિયર વિભાગ :
    પ્રથમ : હિરવા પિયુષભાઈ સોલંકી
    દ્વિતીય : તમન્ના ગોવિંદભાઈ ડાકી
    તૃતીય : ક્રિના અજીતભાઈ લુક્કા
    સિનિયર વિભાગ :
    પ્રથમ :વૈષ્ણવી જયેશભાઈ રાઠોડ
    દ્વિતીય : ત્રિશા વિમલભાઈ વાજા
    તૃતીય : દક્ષ સંદીપભાઈ જોશી
    *આ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ બાળકો ને શ્રી શાંતાબેન વ્રજલાલ કુરજી પોપટ (કોવેન્ટ્રી યુકે) તરફથી રૂ. 101 નું પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
    તથા માધવપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર.જી.ચુડાસમા સાહેબ દ્વારા 5100 રૂપિયા બાળકો ને આપવામાં આવ્યા હતા.*
    આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો માધવપુર ઘેડ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર.જી.ચુડાસમા સાહેબ, જનકભાઈ પુરોહિત, માધવરાય મંદિર ના મુખ્યાજી, પોલાભાઈ દાસા, મહેન્દ્રભાઈ જોશી, ડો. રામભાઈ બાલસ (phc સેન્ટર માધવપુર), વિજયભાઈ સ્વામી, પ્રવીણભાઈ પુરોહિત, જગદીશભાઈ પુરોહિત, સામતભાઈ પેઈન્ટર સાથ મહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    આ કાર્યક્રમ માં નિર્ણાયક ની ભૂમિકા શ્રી સામતભાઈ પેઈન્ટર અને વિજયભાઈ સ્વામી એ ભજવી હતી.
    આ કાર્યક્રમ માં માનવતા પરિવાર ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ નું સફળ સંચાલન રાજેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
    આયોજક : માનવતા પરિવાર, માધવપુર (ઘેડ)
    તારીખ : 05/01/2025

Комментарии •