🌺રાધા જળ ભરવા જાય 🌺(લખેલું છે) દક્ષાબેન નાં સ્વરે

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • માથે બેડલું રે રાધા જળ ભરવા ને જાય
    હાથમાં લાકડી રે કાનો પાછળ પાછળ જાય
    કાના પાછા વળો રે હું તો જળ ભરવા ને જાઉં
    પાછા નહીં વરું રે હું તો ગાયો ચરાવવા જાઉં
    હાથમાં છાબડી રે રાધા ફૂલ વીણવા નેં જાય
    ખભે કામડી રે કાનો પાછળ પાછળ જાય
    કાના પાછા વળો રે હું તો ફૂલ વીણવા ને જાઉં
    પાછા નહીં વરુ રે હું તો વાડીએ ફરવા જાઉં
    માથે મટકી રે રાધા મહી વેચવાને જાય
    હાથમાં વાંસળી રે કાનો પાછળ પાછળ જાય
    કાના પાછા વળો રે હું તો મહી વેચવાને જાઉં
    પાછા નહીં વરુ રે હું તો દાન લેવા ને જાઉં
    ઓઢી ઓઢણી રે રાધા મૈયરીયા માં જાય
    માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય
    કાના પાછા વળો રે હું તો મૈયરીયા માં જાઉં
    પાછા નહીં વરૂ રે હું તો સાસરિયામાં જાઉં
    હાથમાં ખંજરી રે રાધા ભજન મંડળ માં જાય
    કાના પાછા વળો રે હું તો ભજન મંડળમાં જાઉં
    પાછો નહીં વરુ રે હું તો દર્શન દેવા જાઉં
    માથે બેડલું રે રાધા જળ ભરવા જાય
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #ભજન #સત્સંગ #કીર્તન #trending #bhajan #gujaratibhajan #ગરબા #lagangeet #krishna #ગુજરાતી #radhakrishna #radheradhe #radha #radhe #world #viralsong #gujratisong #mahilamandal

Комментарии • 37