પોરબંદર નજીક દરિયામાં કોસ્ટગાર્ડ નું હેલિકોપ્ટર ક્રેશ થતા 2 જવાન ના મોત

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • પોરબંદર થી ૧૦૦ કિમી દુર સમુદ્રમાં જહાજમાં ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બચાવવા જતી વખતે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું ત્યારે એકાએક હેલિકોપ્ટર ક્રેશ થઇ જતા કોસ્ટગાર્ડ ના ત્રણ જવાનો લાપતા બન્યા હતા અને એક નું રેસ્ક્યુ કરાયું હતું લાપતા થયેલ ૩ માંથી ૨ જવાનો ના મૃતદેહ અને હેલિકોપ્ટર નો કાટમાળ મોડી સાંજે મળી આવ્યો હતો જો કે આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા હજુ સુધી કોઈ વિધિવત જાહેરાત ન કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે
    પોરબંદર થી ૧૦૦ કિમી દુર સમુદ્ર માં ગત રાત્રે ૧૧ વાગ્યે હરીલીલા નામના મોટર ટેન્કર માં ક્રુમેમ્બર ને ઈજા થતા કોસ્ટગાર્ડ ની મદદ માંગવા માં આવી હતી આથી કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ માટે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર રવાના કરાયું હતું પરંતુ હેલિકોપ્ટર જહાજ સુધી પહોંચે તે પહેલા જ અચાનક કોઈ કારણોસર તેને સમુદ્ર માં જ ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી જો કે તે દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં રહેલ ચાર કોસ્ટગાર્ડ જવાનો સમુદ્રમાં પડી ગયા હતા જેમાંથી એક નું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી જયારે ૩ જવાનો લાપતા થયા હતા જેથી તેને શોધવા સાંજ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું ચાર જહાજ અને બે એરક્રાફ્ટ દ્વારા પોરબંદર થી માંગરોળ સુધી ના દરિયામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોડી સાંજે ૨ જવાનો ના મૃતદેહ મળી આવ્યા હતા જયારે હજુ એક જવાન લાપતા હોવાનું જાણવા મળે છે રેસ્ક્યુ કરાયેલા જવાન ને જામનગર ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હેલિકોપ્ટરનો કેટલોક કાટમાળ પણ દરિયામાંથી મળી આવ્યો હતો જો કે સમગ્ર ઘટના કઈ રીતે બની ,શા માટે હેલિકોપ્ટર ને ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી અને મૃતક જવાનો તથા ગુમ થયેલ જવાન અને રેસ્ક્યુ કરાયેલ જવાન ના નામ સહિતની કોઈ વિગતો કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરાઈ નથી જેને લઇ ને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર મારફત તાજેતર માં પોરબંદર માં પુર ની પરિસ્થિતિ દરમ્યાન ૬૭ લોકો ના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા .હેલીકોપ્ટર દરિયામાં ક્રેશ થવા અંગે કોસ્ટગાર્ડની પ્રેસનોટમાં પણ પુરતી વિગતો જાહેર કરાઈ નથી ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કાટમાળને પોરબંદરના ઓલવેધર પોર્ટ ખાતે લાવામાં આવ્યો છે.

Комментарии • 6