માળા કેવી રીતે કરવી ? Mala Kevi Rite Karvi ? | Hari Lilamrut - 3 | Aksharmuni Swami

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • નામજપમાં માળા કરતાં મહત્ત્વનું અંગ મન છે. મન જો નામજપમાં ન જોડાય તો માળાનો મતલબ રહેતો નથી. ભક્તકવિઓએ આથી જ ગાયું છે : 'માળા તો કરમાંહી ફિરે, મન ફિરે ચહુ દિશ...' વારાહ ઉપનિષદની તત્ત્વ ગણતરી અનુસાર છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છ રિપુ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દશ પ્રાણ, ત્રણ અવસ્થા(જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા(બાળ-યૌવન-વૃદ્ધ), ચાર વિષય અંતઃકરણના (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન, અવધારણા), ચાર ભાવ (મુદિતા, કરુણા, મૈત્રી, ઉપેક્ષા), ચૌદ દેવતા, નવ ગ્રહ, જન્મ, મૃત્યુ, પુરુષ અને માયા - કુલઃ ૧૦૮ તત્ત્વોથી જીવાત્મા તદ્દન ભિન્ન છે તેનું ભાન ઈશ્વરપ્રણિધાનમાં તત્પર થયેલો સાધક ક્ષણે ક્ષણે કેળવતો રહે એવી જાગરૂકતા ૠષિઓએ જપ સાથે સાંકળી લીધી. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરુ છે. તેનું જાણપણું મૂક્યું. મુંડક ઉપનિષદ્‌ કહે છે : ‘अरा इव रथनाभौ संहता यत्र नाड्यः’ રથના પૈડાની નાભિમાં જેમ આરાઓ સંયુક્ત મળેલા રહે છે, તેમ શરીરની અંતર્વાહિની નાડીઓ હૃદય સાથે સંયુક્ત છે. હૃદય એટલે પરમાત્માનું નિવાસસ્થાન. એ પરમાત્માનું સ્મરણ કરીને તેમને હૃદયમાં પ્રગટ કરવા માટે આર્ષદ્રષ્ટા મુનિઓએ માળા ઉપકરણરૂપે આપી અને સાથે નામજપનો મહિમા સમજાવ્યો. અગ્નિપુરાણમાં કહ્યું છેઃ ‘असंख्यातन्तु यज्जत्पं सर्वं तद्‌ अफलं स्मृतम्‌’ જે કંઈ મંત્ર જપો તેની ગણતરી હોવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રજાપ અફળ જાય છે, તેને રાક્ષસો લઈ જાય છે એમ મનાય છે. ઇસ્લામમાં માળાને 'તસબીહ' કહેવામાં આવે છે. તસબીહમાં ૯૯ મણકા હોય છે. 'અલ્લાહ'નું નામ જપતાં તેઓ તસબી ફેરવે છે. તસબીનો મુખ્ય મણકો 'ઈમામ' કહેવાય છે. આ માળા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે. મોટે ભાગે ત્રણેય ભાગોના મણકાના રંગ જુદા જુદા હોય છે. તેનો આકાર પણ ભિન્ન હોય છે અને જુદાં જુદાં દ્રવ્યોમાંથી બનેલા હોય છે. મુસ્લિમોમાં બીજા પ્રકારની માળા પણ જોવા મળે છે. તેમાં ૯૯ ને બદલે ૧૦૧ મણકા હોય છે. તેની સાથે ૧૦૧ પયગમ્બરોનાં નામ જોડાયેલા છે એવી એક માન્યતા છે. ૯મી શતાબ્દીના એક પુરાણા મુસ્લિમ ગ્રંથમાં તસબીહનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે ભારતના બૌદ્ધો પાસેથી તેમણે માળાની પરંપરા મેળવી છે. (એચ. થર્સ્ટન. જર્નલ સોસાયટી આટ્‌ર્સ ભાગ ૧, પૃ. ૨૬૫). શિયાપંથી કરબલાની માટીના મણકાની માળા બનાવે છે જ્યારે અરબી સુન્નીપંથીઓ ભારતીય માળાનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તીઓમાં રોમન કેથોલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. ૧૫ મોટા મણકા વડે તે માળામાં દસ ભાગ પાડ્યા હોય છે. રોમન સાધુઓની માળામાં ૧૮૦ મણકા હોય છે. એ માળા ત્રણ મોટા મણકાથી જ ચાર ભાગોમાં વિભાજિત થયેલ હોય છે. આ માળામાં ૩૨ મણકા અને ૯૯ મણકાની માળા - એમ બે પ્રકાર છે. જૈનોમાં પણ જપમાળાનો વ્યાપક પ્રચાર જોવા મળે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે. તેમાં ૧૦૮ મણકા પર તો તેઓ 'णमो अर्हन्ताय’ એવો જાપ કરે છે, બાકીના ત્રણ મણકા પર ‘सम्यग्दर्शन-ज्ञान चारित्रेभ्यो नमः’નો જાપ કરે છે. બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા હોય છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધના જન્મ સમયે ૧૦૮ જ્યોતિષીઓને એમનું ભાગ્યફળ જોવા માટે બોલાવાયેલા. અને ૧૦૮ માળાના મણકા એ ઘટનાના પ્રતીકરૂપે છે. બર્મા(બ્રહ્મદેશ)માં બુદ્ધનાં ચરણચિŽù ૧૦૮ બતાવાયાં છે. તિબેટમાં બૌદ્ધોનો ધર્મલેખ 'કહગ્પુર' પણ ૧૦૮ પંક્તિઓમાં જ લખાયેલો છે. ચીનમાં પેિકગમાં આવેલું ઉજ્જ્વળ શ્વેતમંદિર પણ ૧૦૮ યૂપો(પૂજાદંડ)થી ઘેરાયેલું છે. તથા જાપાનમાં મૃતક શ્રાદ્ધમાં ૧૦૮ દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને ૧૦૮ રૂપિયા જ દાનમાં દેવાય છે. અર્થાત્‌ બૌદ્ધોમાં ૧૦૮ અંકનું મહત્ત્વ ખૂબ લાગે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ પ્રસંગે તેમની ચિતાની ૧૦૮ પ્રદક્ષિણા ફરવામાં આવેલી. આ બધી બાબતો સાથે માળાના ૧૦૮ મણકાનું રહસ્ય સંબંધિત છે એમ તેઓ માને છે. તિબેટમાં માળાને 'થેંગવા' અથવા 'થેંગનગા' કહે છે. જાપાની બૌદ્ધોની માળા ૧૧૨ મણકાની હોય છે. તેમાં બે સુમેરુ ૫૬ મણકા પછી આવે છે. જાપમાં માળા ફેરવતી વખતે તર્જની આંગળીનો ઉપયોગ નથી કરાતો, કારણ કે हृदि तिष्ठद्दशांगुलम्‌ (यजुर्वेद ३१)ભગવાનનું મુખ્ય નિવાસસ્થાન હૃદય પ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવાને માટે જાપ થાય છે જે વચલી આંગળીની (મધ્યાંગુલી) ધમનીનો હૃદયપ્રદેશ સાથે સીધો સંબંધ છે, એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે. (૧)'બ્રહ્માંડ-પિંડ' સિદ્ધાંત અનુસાર, પ્રકૃતિના નિયંત્રણથી બ્રહ્માંડની ચારેય દિશામાં ફરતી રહેતી નક્ષત્રમાળાને જોઈને, ભારતીય ૠષિઓએ પણ નક્ષત્રોની સંખ્યા(સત્તાવીસ)ને દિશાઓની ચારની સંખ્યાથી ગુણીને એકસો આઠ સંખ્યાના મણકાવાળી માળાનું નિર્માણ કર્યું. (૨)બીજુ _ પણ એક રહસ્ય છે. માયાના અંક ૮ છે અને બ્રહ્મનો ૯ અંક. માયામાં પરિવર્તન અથવા પરિવર્ધન થાય છે, બ્રહ્મમાં નહિ. આઠના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૮ƒ૧=૮, ૮ƒ૨=૧૬ (૧†૬=૭), ૮ƒ૩=૨૪ (૨†૪=૬)[ આ પ્રમાણે આગળ પણ ક્રમ ઘટતો જાય છે. પરંતુ ૮ƒ૯=૭૨ (૭†૨=૯) અહીં વધીને ૯ થયો પણ બ્રહ્મનો અંક ૯ એ જ રૂપમાં રહે છે. હવે નવના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૯ƒ૧=૯, ૯ƒ૨=૧૮ (૧†૮=૯)...[ આમાં કોઈ વિકાર નથી.
    || Share | Support | Subscribe ||
    WhatsApp: +91 89 8888 1111 (Save Number And WhatsApp Message Your Name & Village)
    Email: mumbai@swaminarayan.faith
    Website: www.swaminaray...
    RUclips: / satsangbhavanmumbai
    Facebook: / satsangbhavanmumbai
    Instagram: / satsang_bhavan_mumbai
    Telegram: telegram.me/Sa...

Комментарии • 232