સોનાનો ખડીયો ને રૂપાની કલમ... લગનગીત નીચે લખેલું છે.
HTML-код
- Опубликовано: 6 фев 2025
- સોનાનો ખડીયો ને રૂપાની કલમ મંડપની નીચે વીરા લખજો કંકોત્રી
દાદા ને લખજો વીરા માતાને લખજો
મોટેરા મોટા બાને ઘણું ઘણું લખજો
દાદા આવ્યા ને માતા રે આવ્યા મોટેરા મોટા બા એ માન જ માગ્યા...
કાકાને લખજો વીરા કાકી ને લખજો
મોટેરા ફઈબા ને ઘણું ઘણું લખજો
કાકા આવ્યા અને કાકી રે આવ્યા
મોટેરા ફઈબા એ માન જ માગ્યા..
મામાને લખજો વીરા મામી ને લખજો
મોટેરા માસીબા ને ઘણું ઘણું લખજો
મામા આવ્યા ને મામી રે આવ્યા
મોટેરા માસીબાએ માન જ માગ્યા..
વીરાને લખજો વીરા ભાભી ને લખજો
મોટેરા બેની બાને ઘણું ઘણું લખજો
વીરા આવ્યા ને ભાભી રે આવ્યા
મોટેરા બેની બા એ માન જ માગ્યા..
સોનાનો ખડીયો ને...
@R.M.voice1981
ખુબ જ સુંદર ગીત 🎉🎉🎉🎉