||સુરાપુરા દાદા નો ઈતિહાસ||ભોળાદ||દાનભા બાપુ||

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2023
  • ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકા માં ભોલાદ સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે.
    આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત - જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે.
    ભોળાદ સુરાપુરા દાદા નો ઇતિહાસ
    Skip to content
    Saurashtra GupShup
    આપણો સાંસ્કૃતિક વારસો, ધાર્મિક વાતો અને સૌરાષ્ટ્ર ધરતી પરની અમર કહાની ની વાતો…
    Latest:
    Chaitra Navratri 2023 : પૂજા-વિધિ કરવાનો શ્રેષ્ઠ સમય
    સુરાપુરા દાદા ભોળાદ નો ઇતિહાસ | Surapura Dham Bholad | Surapura Dham Bholad Online Booking
    માતાનો મઢ નો ઇતિહાસ mata no madh history
    સિદસર ઉમિયાધામ મંદિર | Sidsar Umiya Mata Mandir
    નવદુર્ગા ના નવ રૂપો | Navdurga na nav swaroop
    કથા
    સુરાપુરા દાદા ભોળાદ નો ઇતિહાસ | Surapura Dham Bholad | Surapura Dham Bholad Online Booking
    October 5, 2023 Ravi Zala
    સુરાપુરા દાદા ભોળાદ

    સુરાપુરા દાદા કોને કહેવાય
    આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત - જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે
    ભોળાદ સુરાપુરા દાદા
    ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અહમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકા માં ભોલાદ સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે.
    ભોળાદ સુરાપુરા દાદા નો ઈતિહાસ
    900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ( Surapura Dham Bholad ) ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે.
    જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો તેમના પિતા નું નામ વિક્રમજી શિવસંગજી અને માતા નું નામ ગંગાબા હતું. અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ પરિવાર ના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા તેવો વારે ચડ્યા હતા. અને સત્તર નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજી ને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે, કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.
    ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જન્મજયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ - નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.
    આજ ના ઘોળ કળિયુગ અને આધુનિક વિજ્ઞાનનાં યુગ માં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યુ છે, અને આજે પણ દેશ-વિદેશ ના ખૂણે ખૂણેથી અઢારેય વરણ નાં લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એકપણ રૂપિયો લીધા વગર અને કોઈપણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ પણે દાનભા બાપુ ને નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈભક્તો ને સાચા માર્ગે આપી રહ્યા છે, અને તકલીફ માં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યા એ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે.અહી અન્નક્ષેત્ર ની સેવા કરવામાં આવે છે, અને કોઈપણ કાગળ પેન કે ચોપડા મા હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે. સમાજ ના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે. ગામનાં પાદરે ઉભેલા એ પાળિયાનાં બલિદાન ની વાતો કરવા બેસીએને તો ચોપડાનાં પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામ માં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણાં એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો.
    મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.
    follow my channel: ‪@prafulvlog‬
    ##surapuradada
    #surapura_dada_bhakti_amrut
    #surapurabothersgroup
    #surapura #ahmedabad
    #surapuradadabholad
    #surapuradham
    #bholad
    સુરાપુરા દાદા નો ઈતિહાસ
    સુરાપુરા દાદા
    દાનભા બાપુ
    સુરાપુરા દાદા દાનભા બાપુ
    બોટાદ
    ભાવનગર
    જામનગર
    અમદાવાદ
    સુરાપુરા દાદા નું સાનિધ્ય
  • СпортСпорт

Комментарии • 3

  • @hkrdigital3281
    @hkrdigital3281 7 месяцев назад +2

    સરસ વીડિયો

  • @DhwanitRaval
    @DhwanitRaval 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @babubhaiparmar5646
    @babubhaiparmar5646 7 месяцев назад +2

    જય હો સુરાપુરા દાદા ધામ ભોળાદ....સરસ વિડિઓ છે