રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-9: સુપર્બ ડૉક્ટર અને સુપર-મૉડેલની દર્દભરી વાત
HTML-код
- Опубликовано: 20 янв 2025
- દોસ્તો,
શરીરના કોઈપણ ભાગમાં થોડી પીડાથી લઈને અસહ્ય પીડા સુધીનો ઈલાજ કરનાર ડૉક્ટર મેડિકલ ક્ષેત્રે 'પેઈન મેનેજમેન્ટ'માં માસ્ટરી મેળવતો હોય છે. એનેસ્થેટિસ્ટથી પણ એક સ્ટેજ ઉપર રહી રાહત આપતો આ માનવી દર્દીના શરીરમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ દર્દનું નિદાન અને નિવારણ કરી શકે છે.
ગુજરાતના નાનકડા ગામડેથી જન્મી શહેરની મોટી હોસ્પિટલમાંથી પેઈન મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમેરિકા પહોંચેલા મારા મિત્ર ડૉ. વિક્રમ પટેલ પણ એવા જ દર્દ-નિવારક ડૉક્ટર તરીકેની સુપર્બ નામના ત્યાં મેળવી ચુક્યા છે.
વર્ષો અગાઉ જયારે તેમની નવી કૅરિયરની શરૂઆત થતી હતી, ત્યારે એ વિદેશી ધરતી પર તેમની પાસે ત્યાંની જ પ્રખ્યાત એક સુપર-મૉડેલ દર્દી બનીને આવી. એક દેશી ડૉક્ટર અને વિદેશી દર્દી વચ્ચે સ્થપાયેલા દર્દનું નિવારણ કાંઈક અનોખી રીતે થયું, એ ઘટનાને આજના એપિસોડમાં મેં જણાવેલી છે.
તમારામાંથી જે દોસ્તોને તેમના જીવનમાં બનેલી કોઈક એવી અદભૂત ઘટના જે બીજાંને પણ અવાચક કરી શકે, પ્રેરણારૂપ બની શકે, તેને મારી સાથે વહેંચવી હોય, શેર કરવી હોય તો મને મોબાઈલ અને ઇમેઇલ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય થશે તો આવનારાં એપિસોડ્સમાં તેને પણ સ્થાન આપવામાં આવશે.
મોબાઈલ: +91 9426344618
ઇમેઇલ: drsharadthaker10@gmail.com
દર્દ, દર્દી, દર્દનાક જેવાં દર્દીલા શબ્દો સાથે કાયમી પનારો પડેલો તમારા સૌનો દોસ્ત,
શરદ ઠાકરના દર્દશામક સલામ.
- - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક્ટ ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK
@Dr.SharadThakar_Official @KaajalozavaidyaMyOwn @DrMukulChoksi