Mataji No Thal, Matangi Oza ane Vrund, Lyrics and Swarankan Shri Prakash Hathi .

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025
  • A Video by Matangi Oza
    Shivranjani (Bharuch)
    Navratri 2024
    જમો મોરી મા
    થાળ
    કેવું અજુગતું લાગે મોરી માં
    કેમ કરી બોલું તમને જમો મોરી માં(2)
    માતાએ ઉદરમાં પોષણ આપ્યું
    જન્મ થતા મા એ અમૃત પાયું
    કેવું વિચિત્ર લાગે મોરી માં કેમ કરી કહું તમને જમો મોરી માં (2)
    જગને જમાડે તેને માં હું શું જમાડું
    કોળિયા ભરાવે મને મા હું શું જમાડું
    કેવું ઉલટું લાગે મોરી માં કેમ કરી કેમ કહું તમને જમો મોરી માં (2)
    જમી લે જમી લે કહી અમને બોલાવ્યા
    અમે મુરખા કે માને સાદ કરવા આવ્યા
    કેવું વિચિત્ર લાગે મોરી મા કેમ કરી કહું તમને જમો મોરી માં (2)
    થાળી કરી છે મારી રાહ જુએ છે
    જો નહીં જાઉં તો આમ તેમ શોધે છે
    એવી માને કેમ કહું જમો મોરી માં
    કેમ કરી કહું તમને જમો મારી મા (2)
    માતાએ હાથેથી કોળિયા ભરાવ્યા
    હજી વધુ હજી વધુ કહીને જમાડ્યા
    એવી માને કેમ કહું જમો જમો મોરી માં
    કેમ કરી બોલું તમને જમો મોરી માં (2)
    જમતા નિહાળી અમને રાજી થાતા માં
    હજી વધુ હજી વધુ જમાડી જતા માં
    એવી માને કેમ કહું જમો મોરી માં
    કેમ કરી બોલું તમને જમો મોરી માં (2)
    ગમે તેવો મોટો તોય માની સામે નાનો
    બાળક બનીને આજે જીદ કરવાનો
    આજે જઈને કહું મુજને જમાડો ને મા
    હું નહીં બોલું તમને જમો મોરી માં
    કેવું અજુગતું લાગે મોરી મા કેમ કરી બોલું તમને જમો મોરી માં(2)
    શબ્દ અને સ્વરાંકન
    પ્રકાશ હાથી
    A Video by Matangi Oza
    A Video by Matangi Oza
    ઓમ શ્રી ગણેશાય નમ:
    નવરાત્રી ગરબા ૨૦૨૪
    શિવરંજની (ભરુચ)
    પરિકલ્પના
    માતંગી ઑઝા
    ગાયન
    માતંગી ઓઝા
    ગાયકવૃંદ
    હેતલ ઝાલા
    અમોઘા મહેતા,
    ખુશાલી વૈષ્ણવ,
    બ્રિજલ યાદવ,
    વિદ્રુમા ધોળકિયા
    દેવાંશી વૈષ્ણવ
    યશ્વિ વસાવડા
    વાદ્ય વૃંદ
    જનક શેઠ (હાર્મોનિયમ)
    નયન છત્રીવાલા (તબલાં)
    ભાર્ગવ સોલંકી (ઢોલક)
    રંજન મહેતા (સાઇડ રીધમ)
    વિડિયોગ્રાફી
    ધીમંત ઓઝા

Комментарии • 20