રાણકપુરજી - જીરાવલાજી મહાતીર્થ યાત્રા પ્રવાસ | Ranakpurji - Jirawalaji Mahatirth Yatra Pravas

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025
  • 🚩એકમ અભિષેક યાત્રા મંડળ - મલાડ ઈસ્ટ
    આયોજિત
    🛕શ્રી રાણકપુરજી - શ્રી જીરાવલાજી મહાતીર્થ ત્રિદિવસીય યાત્રા પ્રવાસ ની એક આછેરી ઝલક...!!✨
    🏮એકમ અભિષેક યાત્રા મંડળ; મલાડ ઈસ્ટ - આ ગ્રુપ દર મહિને મલાડ થી માનસ મંદિરમ્ શાહપુર તીર્થે દર બેસતા મહિને થતા અખંડ 108 અભિષેક માટે બસ નું આયોજન કરે છે. અને દર વર્ષે 200 યાત્રિકો ને પ્રાચીન તીર્થો ની સ્પર્શના કરાવે છે. આ વખતે શ્રી રાણકપુરજી થી શ્રી જીરાવલાજી મહાતીર્થ સુધી ના 1️⃣5️⃣ પ્રાચીન તીર્થો ની સ્પર્શના કરાવવામાં આવી..!🎉
    🏮આ ત્રિદિવસીય યાત્રા પ્રવાસ ની વિશેષતા:
    🍃યાત્રા પ્રવાસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એ નિમિત્ત 21 દિવસય સાંકળી આયંબિલ અભિયાન.
    🍂પ્રથમ દિવસે બપોરે 12 વાગે દાદર થી ટ્રેન માં બેઠા ત્યારથી લઈને પાંચમા દિવસે સવારે દાદર પહોંચ્યા ત્યાં સુધી 2.5 વર્ષ ની નાની દીકરી થી લઈ 80 વર્ષ ના વડીલ સુધી દરેક ના ફરજીયાત ચૌવિહાર.
    🍃ટ્રેન ના દરેક ડબ્બા માં નળ ની થેલી બાંધી તેમજ બિસલેરી પાણી બોટલ ગાળી ને પીવા માટે ગરણી આપવામાં આવી.
    🍂સુવર્ણ મંદિર - ફાલના, રાણકપુરજી, મુછાળા મહાવીર, નાડોલ, નારલાઈ ( અંદર ગામ માં 5 કિલોમીટર કાચા રસ્તા પર જઈ સોગઠીયા પાર્શ્વનાથ ભગવાન ની સ્પર્શના ), વરકાણા, સેસલી પાર્શ્વનાથ, રાતા મહાવીર, નાંદિયા, બ્રાહ્મણવાડા, મિરપુર ( હમીરપુર પાર્શ્વનાથ ), પાવાપુરી, જીરાવલા, વરમાણ, માનપુર ( આબુ તળેટી ) આમ કુલ 15 તીર્થો ની અદ્ભૂત સ્પર્શના કરાવવામાં આવી.
    🍂15 એ 15 તીર્થ માં પરમાત્માના આભૂષણ યુક્ત સુંદર મજાનો અષ્ટપ્રકારી સામગ્રી નો થાળ અર્પણ.
    🍃15 એ 15 તીર્થ માં સર્વ સાધરાણ ખાતે ઉચિત રકમ અર્પણ.
    🍂જીવદયા નું ઉત્તમ ફંડ અર્પણ.
    🍃3 દિવસ માં 15 પ્રાચીન તીર્થ ની સ્પર્શના એમ છતાં દરેક જગ્યા એ શાંતિ થી દર્શન/સેવાપૂજા થાય એવી વ્યવસ્થા કરવામાં આવી.
    🍂અદ્દભુત, અવિસ્મરણીય સંધ્યા ભક્તિ.
    🍃જીરાવલાજી મહાતીર્થ માં પહેલી વાર, 100 કિલો થી વધુ અક્ષત થી, સંપૂર્ણ તીર્થ ની વાજતે - ગાજતે 3 પ્રદક્ષિણા કરી, તીર્થ ના અક્ષત વધામણાં.
    🍂આગામી વર્ષ માટે પ્રાચીન તીર્થ યાત્રા પ્રવાસ માં તારંગાજી - કુંભારીયાજી - પોસીનાજી તીર્થો ની જય બોલાવવામાં આવી.
    🏮આવી અવિસ્મરણીય, અદ્દભૂત, શ્રેષ્ઠ, ભાવવિભોર થયેલી આ યાત્રા પ્રવાસ ને માણવા માટે, લિંક ઓપન કરી વિડિયો અચૂક થી જુઓ...!!📹
    ગ્રુપ ની વધુ માહિતી માટે સંપર્ક:
    📱ઋષભ દોશી - 96198 51656

Комментарии •