#મુખ્યમંત્રીશ્રીની

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતેથી રૂપિયા ૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઈ-ખાતમૂહુર્ત અને રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઈ-લોકાર્પણ કર્યું...
    #Royal families handing over "Chadwa Rakhal" full of forest resources to Sarkarshree in presence of Chief Minister...
    #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
    #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
    #Social #media #gujratnews
    #Breakingnews #dailynews
    #dailynewsupdate #dailynewstelevision
    #mundranews #bhujnews #abadasanews #nakhtrananews
    #anjarnews #bhachaunews
    #gandhidhamnews #raparnews
    #mandvinews #samachar
    #kkccrimenews
    #ભુજમાં નવીન પ્રાંત કચેરી અને શહેર મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સુવિધાઓ, પાણી પુરવઠાના કામના લોકાર્પણથી જન સુવિધાઓમાં થશે વધારો...
    #મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં વનસંપદાઓથી ભરપૂર "ચાડવા રખાલ"નું સરકારશ્રીને હસ્તાંતરણ કરતા રાજવી પરિવારો...
    #રાજવી પરિવાર પાસે હસ્તાંતરિત 'ચાડવા રખાલ'ને રૂ.૧૦ કરોડના ખર્ચે હેણોતરા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
    #મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.૧ર૩ કરોડથી વધુના કુલ ૧૬ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી.
    #મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની જન્મજયંતિ નિમિત્તે તેમના આઝાદીના બલિદાનને યાદ કરીને ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર ભક્તિભાવ અને દેશની વિરાસત અને તેના વૈભવના પુનઃજાગરણની પ્રતિબદ્ધતાથી માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ 'ક્રાંતિ તીર્થ'નું ભવ્ય નવનિર્માણ શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીના 'વિકાસથી વિરાસત'નો વિચાર આજે ૧૨૩ કરોડથી વધુના વિકાસ કામોથી સાકાર થતો જોવા મળી રહ્યો છે તો દેશના વિકાસની સાથે સાંસ્કૃતિક વૈભવ અને વિરાસતોની મહત્તમ પ્રાપ્તિ પણ સૌને થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ વિદેશથી શ્રી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિઓને ભારત લાવી આઝાદીની લડતના 'અનસંગ હીરો' એવા શ્રી શ્યામજી કૃષ્ણવર્માના છેલ્લા સંકલ્પને પરિપૂર્ણ કરવાનું મહાન કામ કર્યું છે. દેશના આ મહાન સપૂતના અસ્થિઓને સંપૂર્ણ ગૌરવ સાથે રાજ્યવ્યાપી વીરાંજલી યાત્રા યોજી માંડવી ખાતે સ્થાપિત કરી ક્રાંતિતીર્થનું નિર્માણ કર્યું છે. આજે સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓના જીવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો આ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે.
    #પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીના સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું ક્રાંતિતીર્થ આવનારા દિવસોમાં દેશદાઝનું કેન્દ્રબિંદુ બનશે. સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે, કચ્છના સપૂત શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ આઝાદીની ચળવળમાં અનેક ક્રાંતિકારીઓને તૈયાર કરવાનું મહાન કાર્ય કર્યું હતું. કચ્છ જિલ્લામાં દરેક ક્ષેત્રના વિકાસ માટે સાંસદશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    #માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રીશ્રીને કચ્છમાં આવકારીને જણાવ્યું હતું કે, ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકના નિર્માણનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું હતું જેને શ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર નવીનીકરણ કરીને આગળ ધપાવી રહી છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શ્યામજી કૃષ્ણવર્મા દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે. ધારાસભ્યશ્રીએ નવીનીકરણ થયેલા સ્મારકને માંડવીમાં પ્રવાસનરૂપે એક ભેટ ગણાવી હતી.
    #આમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ રૂ.૮૯.૨૧ કરોડના ખર્ચે ૦૯ કામોનું ઇ-લોકાર્પણ કરીને કચ્છીજનોને ભેટ આપી હતી.
    #ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ૬૬ કે.વી. ધુણઈ સબ સ્ટેશનનું રૂ. ૬.૧૦ કરોડના ખર્ચે ખાતમૂહુર્ત કરાયું હતું...
    #મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઇ-ખાતમૂહુર્ત કરીને કચ્છવાસીઓને ભેટ આપી હતી.
    #કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર "ચાડવા રખાલ"ને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો...
    #આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર "ચાડવા રખાલ"ને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો હતો. ૫ હજાર હેક્ટર વિસ્તારને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના રાજવીશ્રી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, કચ્છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના દાખવીને વન સંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારને સંરક્ષિત કર્યો હતો. કચ્છના રાજવીઓએ આજદિન સુધી આ વિસ્તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેમ જણાવીને રાજવીશ્રી માંધાતા સિંહે ઉમેર્યું હતું કે, આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાડવા રખાલ વિસ્તાર ગુજરાત સરકારને હસ્તાંતરિત કરતા રાજ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. કચ્છના રાજ પરિવારના કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા અને શ્રી કૃતાર્થસિંહ જાડેજા, મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા વિસ્તારના હસ્તાંતરણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Комментарии •