Hurricane Milton: America ના ફ્લોરિડા પર 270 કિમીની ઝડપે વાવાઝોડાનો ખતરો, લાખો લોકોનું સ્થળાંતર

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • #america #florida #hurricane #milton #climatechange #cyclone #weatherupdate
    મૅક્સિકોની ખાડીમાં સર્જાયેલું ભયાનક વાવાઝોડું મિલ્ટન સ્થાનિક સમય મુજબ બુધવારે રાત્રે ફ્લોરિડાના કાંઠાવિસ્તારો ઉપર લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે.
    'શ્રેણી પાંચ'ના વાવાઝોડાના કારણે 270 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને 15 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.કાંઠા વિસ્તારમાં 10થી 15 ફૂટ ઊંચાં મોજાં ઉછળશે, જેના કારણે નજીકના વિસ્તારમાં ભારે પૂર આવવાની શક્યતા છે.ધ નૅશનલ હરિકેન સેન્ટર (એનએચસી) અનુસાર, સ્થાનિક સમય મુજબ મંગળવારે મિલ્ટન વાવાઝોડું મૅક્સિકોના યુકાતાન પાસે કેન્દ્રિત હતું. મિલ્ટનને કારણે યુકાતાનના કિનારાના વિસ્તારોમાં ભારે ઝડપથી પવન ફૂંકાયો હતો.ફ્લોરિડા પોલીસે તેને "સદીનું મોટું વાવાઝોડું" કહ્યું છે. તો રાષ્ટ્રપતિ જો બાઇડને તેને "જીવન અને મરણની બાબત" કહી છે.
    અહેવાલ-ટીમ બીબીસી, ઍડિટ- આમરા આમિર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 7