અમદાવાદમાં લગ્ન સમારંભમાં મોંઘીદાટ ડિશની ડિમાન્ડમાં ઉછાળો

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024
  • ભારતીયોમાં લગ્ન પ્રસંગનું ઘણું જ મહત્વ છે અને પ્રત્યેક વ્યક્તિ લગ્ન પ્રસંગને પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરતી હોય છે. લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં કોઈ કમી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેના માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. હવે લગ્ન સિઝનમાં મોંગી ડિશ રાખવાનું ચલણ વધ્યું છે. અમદાવાદમાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે અને તેના કારણે શહેરની કેટરિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી જોવા મળી રહી છે. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સનું કહેવું છે કે માંગ અને ખર્ચ એમ બંનેની પેટર્નમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે. કેટરર્સ ફૂડની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોઈ રહ્યા છે. હવે ગ્રાહકો વધુને વધુ ફ્યુઝન ફૂડ, ઈન્ટરનેશનલ ડિશિસ અને રિજનલ ઈન્ડિયન સ્પેશિયાલિટિઝની ડિમાન્ડ કરી રહ્યા છે. અમદાવાદમાં 800 રૂપિયાથી 2500 રૂપિયા સુધીની પ્રીમિયમ ડિશની વધુ માંગ છે, જ્યારે લક્ઝરી વેડિંગમાં ભોજન સમારંભનું બજેટ વધારે હોય છે જેમાં 5000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની ડિશની ડિમાન્ડ વધારે છે.

Комментарии •