Charan Kanya | natak | zaverchand meghani | ચારણ કન્યા નાટક | drama | parishram shala sankul |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • ઝવેરચંદ મેઘાણીની કવિતા ચારણ કન્યાની આવી સરસ રજૂઆત તમે ક્યારેય નહિ જોઈ હોય .
    ઝવેરચંદ મેઘાણીને યાદ કરીએ એટલે એક સાચી ઘટના ચારણ કન્યા યાદ આવે જ. તેમણે એક કવિતા લખી ચારણ કન્યા . ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જંગલમાં તુલસી શ્યામ પાસેના એક ચારણના નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલા હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એ વાછરડીનું માંસ ચાંખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સિંહને હાંકી કાઢ્યો હતો અને ઝવેરચંદ મેઘાણીએ આ ઘટના પોતાની રૂબરૂ આંખે જોવે છે અને પછી કવિતા લખે છે . આ સમગ્ર ઘટનાનું બાળકો દ્વારા સરસ મજાના નાટક દ્વારા આપ સમક્ષ રજુ કરી છે જે જોઈ આપના રૂવાડા ઉભા થય જાય.
    1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.
    “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
    દુલા કાગ
    ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી
    સાવજ ગરજે !
    વનરાવનનો રાજા ગરજે
    ગીરકાંઠાનો કેસરી ગરજે
    ઐરાવતકુળનો અરિ ગરજે
    કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
    મોં ફાડી માતેલો ગરજે
    જાણે કો જોગંદર ગરજે
    નાનો એવો સમદર ગરજે !
    ક્યાં ક્યાં ગરજે?
    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઊગમણો આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે
    parishram shala sankul madhavpur
    થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે
    મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
    સૂતાં ને જાગંતાં કાંપે
    જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
    વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે
    સામે ઊભું મોત ઝબૂકે
    જડબાં ફાડે!
    ડુંગર જાણે ડાચા ફાડે!
    જોગી જાણે ગુફા ઉઘાડે!
    જમરાજાનું દ્વાર ઉઘાડે!
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
    બરછી સરખા દાંત બતાવે
    લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
    બહાદરઊઠે!
    બડકંદાર બિરાદર ઊઠે
    ફરસી લેતો ચારણ ઊઠે
    ખડગ ખેંચતો આહીર ઊઠે
    બરછી ભાલે કાઠી ઊઠે
    ઘરઘરમાંથી માટી ઊઠે
    ગોબો હાથ રબારી ઊઠે
    સોટો લઇ ઘરનારી ઊઠે
    ગાય તણા રખવાળો ઊઠે
    દૂધમલા ગોવાળો ઊઠે
    મૂછે વળ દેનારા ઊઠે
    ખોંખારો ખાનારા ઊઠે
    માનું દૂધ પીનારા ઊઠે
    જાણે આભ મિનારા ઊઠે
    ઊભો રે’જે !
    ત્રાડ પડી કે ઊભો રે’જે!
    ગીરના કુત્તા ઊભો રે’જે!
    કાયર દુત્તા ઊભો રે’જે!
    પેટભરા ! તું ઊભો રે’જે!
    ભૂખમરા ! તું ઊભો રે’જે!
    ચોર-લૂંટારા ઊભો રે’જે!
    ગા-ગોઝારા ઊભો રે’જે!
    ચારણ-કન્યા !
    ચૌદ વરસની ચારણ કન્યા
    ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા
    parishram shala sankul gujarati natak charan kanya
    બાળી ભોળી ચારણ-કન્યા
    લાલ હીંગોળી ચારણ-કન્યા
    ઝાડ ચડંતી ચારણ-કન્યા
    પહાડ ઘુમંતી ચારણ-કન્યા
    જોબનવંતી ચારણ-કન્યા
    આગ-ઝરંતી ચારણ-કન્યા
    નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
    ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
    ત્રાડ ગજાવે ચારણ-કન્યા
    હાથ હિલોળી ચારણ-કન્યા
    પાછળ દોડી ચારણ-કન્યા
    ભયથી ભાગ્યો
    સિંહણ, તારો ભડવીર ભાગ્યો
    રણ મેલીને કાયર ભાગ્યો
    ડુંગરનો રમનારો ભાગ્યો
    હાથીનો હણનારો ભાગ્યો
    જોગીનાથ જટાળો ભાગ્યો
    મોટો વીર મૂછાળો ભાગ્યો
    નર થઇ તું નારીથી ભાગ્યો
    નાનકડી છોડીથી ભાગ્યો!
    chanran kanya natak perforamnce by parishram shala sankul - madhavpur and shil school students
    charan kanya :
    “Shaurya rasa” (शौर्य रस) is predominant in Meghani’s works. His poems are energising, uplifting, full of valour and grit. His composition Chaaran Kanya (चारण कन्या, ચારણ કન્યા) is a masterpiece that brings Shaurya Rasa to the fore. It is about a young 14 year girl by name Heerbai of the Chaaran tribe of Gujarat. To this day, raw grit is a defining feature of many tribes in Gujarat, Chaaran being one of them. They traditionally lived at the foothills of Girnar - the home to massive and ferocious Lions.
    Zaverchand Meghani is witness to this fight and so awestruck he is, that it is said, words just flow out of his mouth. He paints the picture as he saw it but in words. The emotion, the anger, the grit, the courage - one can see them, one can feel them, through Meghani’s words.
    charan kanya full story,
    charankanya drama,
    charan kanya natak,
    zaverchand meghani,
    rashtriy shayar zaverchand meghani,
    charan kanya full poeam in gujarati,
    #ચારણ_કન્યા
    #charankanya
    #Zaverchand_Meghani
    #natak
    #drama
    #savaj_garje
    dance woh krishna hai :- • Woh Krishna Hai Dance ...

Комментарии • 5