દિવ્ય અખંડ જયોતિની કળશયાત્રા શાંતિકુંજની ટોળી સાથે આપણા કચ્છના આંગણે

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • જયોતિ કળશ રથયાત્રા
    તા. ૨/૧૦/૨૦૨૪
    અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક યુગઋષિ, તપોનિષ્ઠ, પંડિત શ્રી રામશર્મા આચાર્ય જી દ્વારા પ્રજવલિત દિવ્ય અખંડ દીપ કે જેને પોતે અને તેમના સાનિવ્યમાં કરોડો યુગસાધકો એ કરોડો ગાયત્રી મહામંત્ર જાપ, ગાયત્રી સાધના તેમજ અનુષ્ઠાન કરેલ છે, તે દિવ્ય અખંડ જયોતિ ને એકસો વર્ષ પુરા થવાના છે તે દિવ્ય અખંડ જયોતિની કળશયાત્રા શાંતિકુંજની ટોળી સાથે આપણા કચ્છના આંગણે
    આવી છે અને કચ્છના દરેક ગામે આવવાની છે જેનો આપણે કચ્છના લોકો દર્શન, સ્વાગત, પૂજા, આરતી કરીને આશીર્વાદ મેળવવાનો તથા દિવ્ય અખંડ જયોતિની દિવ્ય ઉર્જાને આત્મ જ્યોતિ સ્વરૂપે અંતરમાં ધારણ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થવાનો છે.
    યુગઋષિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામશર્મા આચાર્યજી દ્વારા પ્રજવલિત આ દિવ્ય અખંડ દીપ માં પોતાના પુજાના ખંડમાં ૧૯૨૬ ના વસંતપંચમી ના પાવન દિવસે હિમાલય સ્થિત પોતાના સદગુરૂ શ્રી સર્વેસરાનંદજી ના દિવ્ય જયોતિપુંજ સ્વરૂપ દર્શન થયા હતા. તે દિવ્ય અખંડ જ્યોતિને એકસો વર્ષ ૨૦૨૬માં પુરા થવાના છે.
    આ પ્રસંગને પુરા ભારત દેશમાં જયોતિ કળશ યાત્રા સ્વરૂપે શાંતિકુંજ હરીદ્વાર દ્વારા મનાવવાનો છે. અને ગૃહે ગૃહે ગાયત્રી ઉપાસના, ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને તેમની તપ સાધનાના સહયોગી બનાવી લોકો સુધી ગાયત્રી મહામંત્ર, ગાયત્રી સાધના અને ગાયત્રીયજ્ઞ દ્રારા લોકો ને સુસંસ્કૃત સંસ્કારવાન પેઢીના નિર્માણ માટે અને લોક કલ્યાણની ભાવના વિકસિત કરવા માટે તેઓ પૂજયવર શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા આદરેલ જનજાગૃતિના કાર્યથી અવગત કરાવવા માટે અને આપણા કચ્છના દરેક ગામના લોકો સુધી આ જયોતિ કળશ યાત્રાના દર્શનના લાભ માટે આપણા આંગણે આ જયોતિ કળશ યાત્રા આવવાની છે જેનો લાભ લેવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.
    આ અદભુત જયોતિ કળશયાત્રાને આપણે સૌ સાથે મળીને સફળ બનાવવા તેમજ પુણ્યના ભાગીદાર થવા તથા
    આપણા આસપાસના લોકોને પણ આ પુણ્ય કાર્યના સહભાગી બનાવીએ. આ શુભ અવસર માટે તમારી આતુરતા અને પ્રતિક્ષા રહેશે .#gandhidham #kutch #shantikunj

Комментарии •