ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયન કોન્સ્યુલેટે NRIsને એજન્ટોથી સાવધાન રહેવા જણાવ્યું

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • અમેરિકામાં લીગલી કે પછી ઈલીગલી રહેતા ઈન્ડિયન્સ પાસેથી OCI કાર્ડ, વિઝા, પાસપોર્ટ તેમજ ઈમરજન્સી સર્ટિફિકેટ માટે કેટલાક તત્વો બેફામ પૈસા પડાવતા હોવાની વાત સામે આવ્યા બાદ ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયન કોન્સ્યુલેટે NRI સમુદાયને આવા એજન્ટોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. કોન્સ્યુલર જનરલ બિનય પ્રધાનના જણાવ્યા અનુસાર, આ એજન્ટો લોકોને છેતરીને તેમની પાસેથી અલગ-અલગ સર્વિસિસ માટે બેફામ ચાર્જ વસૂલે છે. જેમકે અમેરિકામાં રહેતા જે ઈન્ડિયન પાસે પાસપોર્ટ ના હોય તેને જો ઈન્ડિયા પાછા જવું હોય તો એમ્બસીમાંથી ઈમરજન્સી સર્ટિફિકેટ કઢાવવું પડે છે, જેની ફી માત્ર 17 ડોલર છે, પરંત એજન્ટો તેના 450 ડોલરથી પણ વધુ વસૂલે છે. ઘણીવાર તો એજન્ટો એપ્લિકન્ટની જાણ બહાર જ તેના નામના આઈડી પ્રુફ, રેસિડેન્શિયલ એડ્રેસ અને યુટિલિટી બિલ જેવા ફેક ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દેતા હોય છે. જેના કારણે મૂળ અરજદારનું કામ ડીલે થાય છે અને ક્યારેક તેને ફેક ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલ અમેરિકામાં કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Комментарии • 9