Chandanbala Sajjay | Paryushan Jain sajjay

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Chandanbala Sajjay
    Paryushan Jain Sajjay
    વીર પ્રભુજી પધારો રાજ, વીર પ્રભુજી પધારો;
    વિનંતી મુજ અવધરો રાજ, વીર પ્રભુ - એ આંકણી
    ચંદનબાળા અતિ સુકુમાળા, બોલે વયણ રસાળા;
    હાથને પગમાં જડી દિયા તાળા, સાંભળો દિનદયાળા. રાજ....
    કઠિન છે મુજ કર્મ કહાણી, સુણો પ્રભુ મુજ વાણી,
    રાજકુમારી હું ચૌટે વેચાણી, દુઃખતણી નથી ખામી. રાજ....
    તાતજ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી,
    મસ્તકની વેણી કતરાણી, ભોગવી મે દુઃખખાણી. રાજ...
    મોંઘી હતી હું રાજકુટુંબમા, આજ છું ત્રણ ઉપવસી,
    સુપડાના ખણે અદડના બાકુળાં, શું કહું દુઃખની રાશિ. રાજ....
    શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા,
    ગદ્દ ગદ્દ કંઠે ચંદનબાળા, બોલે વચન કરુનાળા. રાજ...
    દુઃખ એ સઘળું ભૂલાયું પૂર્વનું, આપના દર્શન થાતાં,
    દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુજ પાછા જાતા. રાજ....
    ચંદન બાળાની અરીજી સુણીને, નીર નયનમાં નિહાળે,
    બાકુળા લઈ વીર પ્રભુ પધારે, દયા કરી દિન દયાળે. રાજ...
    સોવન કરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી,
    પંચ દિવ્ય તત્કાળ પ્રગટયાં, બંધન સર્વ વિદારી. રાજ...
    સંયમ લઈ કાજ સુધારે, ચંદનબાળા કુમારી,
    વીર પ્રભુની સાહુણી પહેલી, પંચ મહાવ્રત ધારી. રાજ....
    કર્મ ખાપવી મુક્તિ સીધાવ્યા, ધન્ય સતિ શિરદારી,
    વિનય વિજય કહે ભાવ ધરીને, વંદુ હું વારંવારી. રાજ....
    Singer : Sarvangi Savani
    Lyrics : P p Vinayvijayji m s
    Music : Hardik Pasad
    Video : Param Path

Комментарии • 48