અમેરિકાનાં અડધોઅડધ રાજ્યો દેવાળું ફુંકવાની હાલતમાં
HTML-код
- Опубликовано: 2 дек 2024
- અમેરિકા પર હાલ 36.11 ટ્રિલિયન ડોલરનું દેવું છે, જેમાં રોજેરોજ કરોડો ડોલરનું માત્ર વ્યાજ ચૂકવવામાં આવે છે. ટ્રમ્પના સત્તા સંભાળતા આ દેવામાં હજુય વધારો થશે તેવી શક્યતા વચ્ચે અમેરિકાના અડધાથી પણ વધારે એટલે કે 50માંથી 27 રાજ્યોની આર્થિક હાલત પણ હાલ ચિંતાજનક સ્થિતિમાં છે. ટ્રુથ ઈન અકાઉન્ટિંગના એક રિપોર્ટ પ્રમાણે 2023માં અમેરિકાના 27 રાજ્યો પાસે પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે પૂરતું ભંડોળ નહોતું, તેમાંય કનેક્ટીકટ, ન્યૂજર્સી, ઈલિનોય અને મેસાચ્યુસેટ્સની હાલત સૌથી વધારે ખરાબ હતી. રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે 2023માં આ સ્ટેટ્સ 2.1 ટ્રિલિયનની અસેટ્સ સામે 2.9 ટ્રિલિયનનું દેવું ધરાવતા હતા. જો તેમણે ત્વરિત અને યોગ્ય પગલાં ના લીધા તો તેમને ન માત્ર ટેક્સમાં જંગી વધારો કરવો પડશે પરંતુ સાથે જ પબ્લિક સર્વિસિસમાં ઘટાડો અને બેનિફિટ પ્રોગ્રામ્સમાં પણ કાપ મૂકવો પડશે, જેમાં સૌથી વધારે નુક્સાન જનતાનું જ રહેશે. આ રિપોર્ટ અનુસાર 2022માં ટેક્સપેયર સરપ્લસ ધરાવતા રાજ્યોમાં નોર્થ ડકોટા, અલાસ્કા, વ્યોમિંગ, ઉટાહ અને ટેનેસી ટોપ પર હતા જેમાં નોર્થ ડકોટાની ટેક્સપેયર સરપ્લસ 55,600 ડોલર હતી જ્યારે ટેક્સપેયર બર્ડન ધરાવતા બોટમ ફાઈવ સ્ટેટ્સમાં 17 હજાર ડોલર સાથે કેલિફોર્નિયા ટોપ પર અને કનેક્ટિકટ 44,300 ડોલર સાથે સૌથી નીચલા ક્રમે હતું. ઉલ્લેખનીય છે કે, સૌથી કંગાળ હાલત ધરાવતા અમેરિકાના ટોપ ફાઈવ રાજ્યોમાં સામેલ ન્યૂજર્સી અને ઈલિનોય જેવા સ્ટેટ્સમાં ગુજરાતીઓની પણ સારી એવી વસ્તી છે.
Tu bhai USA no reporter 6 ke indian no ahini panchat karne.
Dont tell the bullsite thinks