રવા મેંદાની ફરસી પુરી | રવા પુરી બનવાની સરળ રીત | Rava Puri Recipe | Gujarati Snacks Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • રવા મેંદાની ફરસી પુરી | રવા પુરી બનવાની સરળ રીત | Rava Puri Recipe | Gujarati Snacks Recipe
    આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે.

Комментарии •